How to check PF balance amount - Here is step by step guide
  • Home
  • Business
  • કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડનું બેલેન્સ જાણવા શરૂ કરાવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર

કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડનું બેલેન્સ જાણવા શરૂ કરાવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર

 | 9:25 am IST

EPFOનો એક નિયમ છે, જેમાં તમારે જો પ્રોવિડન્ડ ફંડમાં તમારા રહેલા નાણાનું બેલેન્સ જાણવું હોય તો તમારે યુનિવર્સલ એકાઉન્ટ શરી કરવવું ખુબ જરૂરી છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એટલે કે, જેની અંદર કર્મચારીઓના પ્રોવિડન્ટ ફન્ડ (EPF) ના નાણાં જમા થતા હોઈ છે અને ઘણી બધી કંપનીઓની અંદર EPFને ભવિષ્યના લાભના સ્વરૂપમાં આપવામાં આવે છે, જેની અંદર ટેક્સની પણ બચત કરવામાં આવતી હોઈ છે, અને તેના કારણે તે લોન્ગ ટર્મ સેવિંગ્સ બનતા હોઈ છે.

તમારા નાણાં પ્રોવિડન્ડ ફન્ડમાં જમા થતા હોય છે, પણ તમને એ ખબર હોતી નથી કે, તમારા નાણાં અત્યારે ક્યાં છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. પ્રોવિડન્ડ ફન્ડના બેલેન્સને ચેક કરવા માટે સૌથી પહેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર શરૂ કરાવો અને જો તમે UAN ને શરૂ કરાવવાની પદ્ધતિ વિશે ન જાણતા હો તો, આ એકાઉન્ટ ખોલાવવામાં કોઈ પણ મુશ્કેલી આવતી નથી, અને તે સરળ રીતે છે. એક વખત તેને એક્ટિવેટ કર્યા બાદ તમે તમારા પીએફ બેલેન્સને ચેક કરી શકશો.

યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે શું?

આ યુનિવર્સલ એકાઉન્ટ નંબર તમારા પે-સ્લીપની અંદર છપાયેલું હોય છે અને જો આ એકાઉન્ટ નંબર ન છપાયું હોય તો તમારે એ જાણવું ખુબ જરૂરી છે. આ યુએએન મેળવવા માટે તમારે તમારા ઓર્ગેનાઇઝેશનના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો પડશે. એ વાત ખાસ યાદ રાખજો કે, આ બાબત માત્ર જેમના પગારમાંથી PF કપાતો હોય તેમને જ લાગુ પડશે.

યુનિવર્સલ એકાઉન્ટ નંબર શરૂ કરાવવાની રીત

જો તમે ક્યારેય તમારા પીએફ સંતુલનની તપાસ કરી નથી, તો એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) વેબસાઇટ દ્વારા તમારા યુએનને સક્રિય કરવા માટે આ પગલાં અનુસરો. ઇપીએફઓ વેબસાઇટ પર જાઓ અને પેજની નીચે જમણા ખૂણે સક્રિય કરો UAN ને ક્લિક કરો. તમારા યુએન, નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને કેપ્ચા ટેક્સ્ટમાં કી. પછી અધિકૃતતા પિન મેળવો ક્લિક કરો.

હવે તમને તમારા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) મળશે. તેને કૉપી કરો. ઇપીએફઓ પૃષ્ઠ પરની તમામ વિગતો ચકાસો, અને સંમત થયા પછી ચેક-બૉક્સને ચેક કરો.

OTP દાખલ કરો પછી તમારા ફોનમાંથી OTP પેસ્ટ કરો અને OTP ને માન્ય કરો ક્લિક કરો અને UAN ને સક્રિય કરો. આટલું કર્યા બાદ તમારું UAN ચાલુ થઇ જશે અને તેનો પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર મોકલી દેવામાં આવશે, પરંતુ ત્યારબાદ પણ તમારે PF બેલેન્સને EPFO પોર્ટલ પર ચેક કરવા માટે 6 કલાક સુધી રાહ જોવી પડશે. UAN ને ચાલુ કર્યા ના 6 કલાક પછી તમે તમારા પીએફ બેલેન્સને ચેક કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન