NIFTY 9,984.80 -32.15  |  SENSEX 31,833.99 +-90.42  |  USD 65.1400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો જો ભૂલથી પણ આવી આદતો છોડશો નહીં, તે બનાવે છે મગજને એકદમ એક્ટિવ

જો જો ભૂલથી પણ આવી આદતો છોડશો નહીં, તે બનાવે છે મગજને એકદમ એક્ટિવ

 | 5:34 pm IST

સામાન્ય રીતે પરંપરાગત અનેક એવી ટ્રિક તો છે કે જેનાથી મગજના બંને ભાગને એક્ટિવ કરી શકાય છે, જોકે હવે એક નવી ટ્રિકને શોધવામાં આવી છે કે જેની મદદથી મગજની બંને સાઇડને એક્ટિવ કરી શકાય છે. આ ટ્રિકને અપનાવવાથી વ્યક્તિ વધુ ક્રિએટિવ અને લોજિકલ બની શકે છે. નિષ્ણાતો જણાવે છે કે મગજની જમણી બાજુ શરીરના ડાબા ભાગને કન્ટ્રોલ કરે છે એટલે કે શરીર અને મગજ બંને વિપરીત દિશામાં કામ કરે છે જ્યારે તમે જમણી કે લોજિકલ બાજુનો ઉપયોગ કરો છો ત્યારે તમે વધુ એનાલિટિકલ, સાવધ, ઓબ્જેક્ટિવ, રેશનલ સ્થિતિમાં આવી જાવ છો, આ ભાગના ઉપયોગ દ્વારા જ ભાષા, હકીકતો, વિજ્ઞાન, ગણિત વગેરે તરફ ધ્યાન વ્યક્તિ કેન્દ્રિત કરે છે જ્યારે જમણી બાજુ વ્યક્તિને ફીલિંગ્સ, નફા-નુકસાન, ઇમેજિનેશન વગેરે અંગે વિચારતા કરે છે.

નિષ્ણાતો માની રહ્યા છે તે સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ, મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવો તે સમયનો બગાડ નથી, તેનાથી મગજને મદદ મળે છે. ક્રોસવડ્ર્સ, સુડોકુ, એનાગ્રામ્સ, ચેસ આ એવી તરકીબો છે કે જેનાથી મગજની ડાબી બાજુ વધુ એક્ટિવ થાય છે. નવી ભાષા શીખવી, કશુંક નવું શીખવું વગેરેથી પણ તમારા ડાબા મગજને એક્ટિવ રાખી શકાય છે. પુસ્તકોનું વાંચન મગજને એક્ટિવ રાખવામાં બહુ મદદ કરે છે. પેઇન્ટિંગ્સ કરવું એ મગજ માટેની એક સારી કસરત મનાય છે, આનાથી તમારા મગજનો જમણો ભાગ એક્ટિવ થાય છે. મ્યુઝિક, પેઇન્ટિંગ્સ, ડાન્સ, થિયેટર્સ, લેખન, આ દરેક એવી બાબત છે કે જે તમારા મગજના જમણા ભાગને એક્ટિવ રાખે છે, આનો અર્થ એમ થયો કે વાંચનથી ડાબું મગજ જ્યારે લખનથી જમણું મગજ એક્ટિવ થાય છે જ્યારે તમે ટેનિસ, બેડમિંટન, ટેબલટેનિસ વગેરે રમો છો ત્યારે પણ તમારા જમણા મગજને તમે એક્ટિવ રાખો છો.