મૂળ ધોળકાની અને શાહપુર રહેતી મહિલા બ્યુટી પાર્લરની નોકરીની લાલચમાં સાઉદી અરેબિયાના રીયાધમાં ગઇ અને ફસાઇ ગઇ હતી. ફસાયેલી મહિલાને અમદાવાદ પાછી લવાવામાં પોલીસને સફળતા મળી છે. મહિલાની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દેહ વ્યાપાર માટે દબાણ કરતા હતા

સાઉદીથી પરત આવેલી મહિલાએ જણાવ્યું હતુ કે, ભાગી ન જાઉ તે માટે પગમાં ઇન્જેક્શન આપતા અને દેહ વ્યાપાર માટે દબાણ કરતા હતા પરંતુ દેહ વ્યાપાર કર્યો ન હતો અને ઘરકામ પણ પરાણે કરાવતા હતા. બીજી તરફ પોલીસે વચેટીયાઓને પકડી પાડયા છે પરંતુ યુપીનો મુખ્ય એજન્ટની પોલીસને હજુ સુધી ભાળ મળી નથી.  આ ટોળકીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મહિલાઓને નોકરી માટે અખાતી દેશોમાં મોકલી હોવાનુ માની પોલીસે તેમની વિગતો મેળવવા તપાસ હાથ ધરાઇ છે.

saudi

એજન્ટ ફારુખ મનસુરીની ધરપકડ

પોલીસે જુહાપુરાની મહિલા એજન્ટ રેહાના શેખની ધરપકડ કરી મુંબઇના ડોંગરી વિસ્તારમાં રહેતા એજન્ટ ફારુખ મનસુરીની ધરપકડ કરી છે તેઓના રિમાન્ડ પર છે પરંતુ પોલીસ કોઇ મહત્વની વિગતો મેળવી શકી નથી. હફીઝાબાનુએ જણાવ્યું હતુ કે, હું ભાગી ન જાઉં તે માટે પગ પર ઇન્જેકશન આપવામાં આવતા હતા અને તેને બંધ રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી. તેને દેહ વ્યાપાર માટે પણ દબાણ કરાયું હતુ.

મહિલાને વેચી કે પછી દર મહિને એજન્ટો પૈસા મેળવતા

મહિલાઓને સાઉદી દેશોમાં મોકલી એજન્ટો વેંચી દેતા હતા કે પછી દર મહિને તગડી રકમ મેળવતા હતા તે અંગે હજુ સુધી પોલીસને કોઇ જ વિગતો મળી નથી. એજન્ટો કેટલી મહિલાઓને મોકલી અને કેટલા રુપિયા મેળવ્યા તેની વિગતો ખુલી નથી. ઉલ્લેખનીય છે કે, આર્થીક ફાયદા વગર આ વ્યાપાર એજન્ટો ન કરતા હોવાનુ પોલીસ માને છે પરંતુ વિગતો પણ મેળવી શકતી નથી.