how to apply for aadhaar card without id and address proof
  • Home
  • Featured
  • ડોક્યુમેન્ટ વગર પણ આ રીતે બનાવી શકાય છે આધારકાર્ડ

ડોક્યુમેન્ટ વગર પણ આ રીતે બનાવી શકાય છે આધારકાર્ડ

 | 3:01 pm IST

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયુ છે. પાનકાર્ડ માટે એપ્લાય કરવાનું હોય, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોય કે સરકારી સબસિડી મેળવવી હોય આ બધા માટે આધાર નંબર આપવો ફરજીયાત છે. આધારકાર્ડ મેળવવા માટે તમારે વેલિડ આઇડેન્ટીફિકેશન પ્રૂફ જેવા કે પાનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી કાર્ડ વગેરે માટે કામમાં આવે છે. પણ કોઇની પાસે કોઇપણ ડોક્યુમેન્ટ ના હોય તો આધારકાર્ડ કેવી રીતે મેળવશો તે આજે જાણો.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એ આધાર દસ્તાવેજો વગર બનાવવાની સુવિધા આપી છે. પરિચયકર્તાએ એવી વ્યક્તિ છે જે રજિસ્ટ્રાર દ્વારા વ્યક્તિની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. જેના PoI અથવા PoA નથી. પરિચયકર્તા પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે અને અરજદાર સાથે તેને નોંધણી કેન્દ્રમાં હાજર હોવું જરૂરી છે.

પરિચયકર્તા માટે અરજદારની ઓળખ અને સરનામાંની પુષ્ટિ જરૂરી છે. આ માટે તેઓએ નોંધણી ફોર્મ પર સહીં કરવી પડશે. યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ પરિચય કરનાર માટે અરજદારના નામે પ્રમાણપત્ર આપવું પડશે. તેની માન્યતા 3 મહિના છે.

જો તમારી પાસે ઓળખકાર્ડ અને સરનામાંનો પુરાવો ન હોય તો તમે આધારકાર્ડ માટે અરજી કરી શકો છો, આ માટે તમારું નામ રેશનકાર્ડ જેવા દસ્તાવેજોમાં હોવું જોઈએ. આવા કિસ્સાઓમાં, તે પણ જરૂરી છે કે પરિવારના વડાનું પી.ઓ.આઇ અને પી.ઓ.એ. દસ્તાવેજો દ્વારા આધાર બનેલું હોવું જોઈએ. ત્યારબાદ પરિવારના વડા પરિવારના અન્ય સભ્યોના પરિચયકર્તા બની શકે છે.

આ વીડિયો પણ જુઓ: DPS સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓમાં રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન