How to Apply in PM Svanidhi Scheme give Micro Credit Facility to Street Vendors
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લારી-રેકડી લઈ ધંધો કરનારો માટે મોદી સરકારે આપ્યા ગુડ ન્યુઝ, 50 લાખ લોકોને થશે ફાયદો

લારી-રેકડી લઈ ધંધો કરનારો માટે મોદી સરકારે આપ્યા ગુડ ન્યુઝ, 50 લાખ લોકોને થશે ફાયદો

 | 5:09 pm IST
  • Share

કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા મોદી સરકારે 20 લાખ કરોડનું આર્થિક મહાપેકેજની જાહેરાત કરી હતી. જેમાં મોટા, મધ્ય, નાના, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોને અનેક રાહત આપવામાં આવી હતી. સાથે જ રસ્તાઓ પર લારી લઈને ધંધો કરનારાઓને પણ આર્થિક મદદની જાહેરાત કરી હતી. હવે લારી-રેકડી વાળાઓને આ આર્થિક મદદ ક્યારથી મળવાનું થશે તેને લઈને જાહેરાત કરવામાં આવી છે.

રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને સરકારની લોનનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. આ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન આપશે. સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ માટે 5000 કરોડ રૂપિયાની રકમ રાખી છે. જે કોઇ આકરી શરત નહીં હોય.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમે વધુમાં વધુ 10 હજાર રૂપિયાની લોન મળશે. જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે. આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે. જેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો.

રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આ લોન આપવામાં આવશે. શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે. અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે. સરકારના મતે આ સ્ક્રીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો મળશે.

જાણકાર માને છે કે આ સ્કીમથી દુકાનદારને એક રીતની મદદ મળશે જે લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. સામાન્ય રીતે આટલી નાની રકમ માટે પણ ગરીબો ખોટા દેવાદારોના હાથમાં પડી જતા હોય છે. જે નાની રકમના નામે મોટું વ્યાજ લે છે. ત્યારે નાની લોનમાં લોકોને મુશ્કેલીઓ સરળ કરવા માટે આ પ્રયાસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

આ રીતે કરો અરજી

 http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે. તે પછી કૉમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે. તેમાં 3 સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો. તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો. આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે. ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે. અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે. એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ફોર્મમાં પૂછવામાં આવેલી જાણકારી ભરો. અને જાણકારી ભરે એપ્લીકેશનની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરવાની રહેશે. અને એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાઓમાં જઇને જમા કરાવવુ પડશે.

આ વીડિયો પણ જુઓ : રક્ષામંત્રી રાજનાથસિંહ LAC – LoCની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન