This Is How You Can Be Number One, Read This Beautiful Article

કેવી રીતે બનશો પરફેક્ટ નંબર ૧?

 | 6:28 am IST

પરફેકશનનો આગ્રહ બધા રાખે એ સમજી શકાય પણ એ આગ્રહ રાખવાની સાથે તમારે તમારી અંદર પણ ચેન્જ લાવવાનો છે. આ વેકેશન એ ચેન્જ માટે ખર્ચવાની જરૂર છે અને એ ખર્ચીને પરફેકટ નંબર વન બનવામાં સાર પણ છે. કારણ કે પરફેક્ટ હશો તો જ આજના કોમ્પિટિટીવ વર્લ્ડમાં તમારું સ્થાન અકબંધ રહેવાનું છે.

કામ થવું જોઈએ, સમયસર થવું જોઈએ, જોઈતું રિઝલ્ટ મળે એ રીતે થવું જોઈએ. પરફેકશનની સાથોસાથ કામને જેટલો સમય આપવાનો હોય એટલો જ એ આપવામાં આવે અને વધારો ને કે પછી ખોટો સમય ખર્ચ પણ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. જો એવું થશે તો જ તો બચેલો સમય ફેમિલી અને ફ્રેન્ડસને આપી શકાશે અને જો એ આપી શકાશે તો જ તેમની પાસે પણ ફ્રિયાદને અવકાશ નહીં રહે. જાતની સાથે વાત કરવાનો પણ અવસર મળતો રહે. સાથે આવનારી તક પકડવાની સજાગતા પણ આવી જવી જોઈએ. ઝડપેલી કે મળેલી તકનો લાભ લેવાની સમજદારી પણ સભાનતાપૂર્વકની હોય તો ટેસડો પડી જાય. એ લાભ લીધા પછી એનો આનંદ ઉઠાવવાનો પૂરતો સ્કોપ રહેવો જોઈએ.

આ વાત થઈ એક આઇડિયલ વ્યક્તિ બનવા માટે જોઈતા તમામ પ્રકારનાં ગુણોની અને આમાંથી કંઈ ન હોય અને સમયની સાથે, સંજોગોની સાથે અને પરિસ્થિતિને આધીન થઇને એની સાથે ખેંચાયા કરાતું હોય તો એ વ્યક્તિ એ ઉપરની ક્વોલિટી ધરાવતાં અને પોતાનામાં રહેલાં અવગુણોને આંખ સામે રાખીને મીડિયોકર અને અવ્વલ વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ.

એક રશિયન કહેવત છે. જેનો ભાવાર્થ જાણવા જેવો છે. ક્યારેય પ્રવાહની સાથે ખેંચાવું નહીં, પ્રવાહ સાથે તો મરેલી માછલી ખેંચાય પણ જીવતી માછલી તો પ્રવાહથી વિરુદ્ધ પણ પોતાનો માર્ગ બનાવતી હોય છે.

આગળ વધવા માટે સૌથી પહેલું કામ કરવાની જરૂર છે, સ્ટે-હેલ્ધી એટલે કે તંદુરસ્ત રહો. જો તમે તંદુરસ્તી જાળવી શકશો તો આપોઆપ તમારામાં તાજગી હશે અને જો તમે તાજગી અનુભવશો તો તમારું દિમાગ પણ એટલી જ ફ્રેશનેસ અનુભવશે. ત્રણ જ સરળ રસ્તાને અપનાવશો તો તમારું કામ થઇ જશે. એક રસ્તો છે દિવસની શરૂઆત થાય ત્યારથી લઇને છેક રાત સુધી મેક્સિમમ પાણી પીવો. પાણી શરીરમાં દરેક વખત તાજગી ભરવાનું કામ કરશે અને એ તાજગી તમને આખો દિવસ કામ લાગશે. કામ નંબર બે, એક્સરસાઇઝ. દરરોજ સવારમાં જરૂરિયાત મુજબની પણ કમ્પલસરી કરવાનું રાખો. તેથી બીનજરૂરી પરસેવો શરીરમાંથી નીકળી જશે, જે તમને આખો દિવસ આળસ ભરવાનું કામ કરતો હોય છે. એક્સરસાઇઝનો એક બીજો ફયદો એ પણ છે કે એનાથી મનમાં રહેલી સ્ટ્રેસ દૂર થશે. પાણી અને એક્સરસાઇઝની સાથોસાથ જો સૌથી વધારે કંઇ મહત્ત્વનું હોય તો એ છે કે ઊંઘ.

ઊંઘ પૂરતાં પ્રમાણમાં હોવી જોઇએ, એટલું જ નહીં, સાચા સમયની ઊંઘ પૂરતાં પ્રમાણમાં જરૂરી છે. રાતે ચાર વાગ્યે સૂઇને બપોરે ચાર વાગ્યે જાગ્યા પછી કહી ન શકાય કે આજે પૂરતી ઊંઘ લીધી તો પણ મજા નથી આવતી. ઊંઘ, એક્સરસાઇઝ અને પાણી પછી જો ધ્યાન આપવાનું હોય તો એ પ્લાનિંગ છે.  કેટલાક લોકો એક એવી વિચિત્ર ભૂલ કરે છે કે જેને કારણે પ્લાનિંગનું લિસ્ટ બનાવ્યા પછી એ લિસ્ટ વાંચીને જ તેની બોલતી બંધ થઇ જાય, શરીરમાંથી એનર્જી નીકળી જાય અને ફ્રીથી ઊંઘી જવાનું મન થવા માંડે. આવું ન થાય એ માટે એક વાત ખાસ યાદ રાખવાની છે. પ્લાનિંગને બે ભાગમાં વહેંચવાનું છે, જેમાં પહેલા ભાગમાં જે તે દિવસના મહત્ત્વના કામોને જ લખવાના છે અને એ પણ અત્યંત મહત્ત્વના કહેવાય એવા ચાર જ કામ. પછી બીજા ભાગમાં દિવસના કામ લખવાના છે, જેની પ્રાયોરિટી પેલા ચાર કામ કરતાં ઓછી છે.

ચાર કામની યાદી બનાવ્યા પછી એ પણ નક્કી કરવાનું છે એ ચાર કામ તો થવા જ જોઇએ અને યોગ્ય રીતે થવા જોઇએ. કામની વાત પરથી યાદ આવ્યું, મોટાભાગના લોકોને તે પોતે આખો દિવસ ક્યાં પસાર કરે છે એની તેને પોતાને ખબર નથી હોતી. જો સુધરવું હોય તો આ આદત કાઢવી પડશે. માઇક્રોસોફ્ટ ઇન્કોર્પોરેશનમાં થયેલા એક સર્વેમાં ખબર પડી હતી કે ૩૯.૩ ટકા લોકો પાસે આ જ સવાલનો જવાબ નહોતો કે તેણે આખો દિવસ ક્યાં પસાર કર્યો છે. સાચો જવાબ હતો કે ટાઇમપાસ કરવામાં તેમણે સમય પસાર કર્યો હતો. તમે જેટલા જવાબદાર તમારી કંપનીના કામ પ્રત્યે છો એના કરતાં પણ વધારે જવાબદાર તમે તમારા ખર્ચાઈ રહેલાં સમય માટે જવાબદાર છો. બાજુના ડેસ્ક પર શું ચાલી રહ્યું છે એનાથી કે પછી પાછળની હરોળમાં બેઠેલાં તમારા સિનિયરને ખુશ રાખવાના પ્રયાસો કરવામાં તમે તમારા પોતાના અમૂલ્ય સમયનો વેડફાટ કરી નાખો છો, જે ક્યારેય માફ ન કરી શકાય એવો ક્રાઇમ છે. જો સુધરવું હોય, જો આઇડિયલ બનવું હોય અને સકસેસની દિશામાં જેન્યુઇન રીતે આગળ વધવું હોય તો નક્કી કરો કે ઓફ્સિે પહાંચ્યા પછી મેક્સિમમ તમારું ધ્યાન તમારા કામ પર જ હોય. કોણ શું કરે છે અને કોણે કેવા કપડાં પહેર્યા છે એનાથી તમને મતલબ ન હોવો જોઇએ. એકધારું અને એકચિત્તે તમારું કામ થવું જોઇએ. એક્ઝેક્ટ એક કલાક એકધારું કામ કરશો તો તમને પણ ખબર પડશે કે તમારામાં પ્રોડક્ટિવિટી કેવી ઠાંસોઠાંસ ભરી છે. એક કલાકના એકધારા કામ પછી તમે દસ મિનિટનો બ્રેક લઇ શકો છો. આ દસ મિનિટમાં બધું એટલે બધું આવી ગયું. તમારા વોશરૂમ બ્રેકનો સમાવેશ પણ થઇ ગયો અને તમારા ગોસિપબાજ સ્વભાવનો પણ એમાં સમાવેશ થઇ ગયો. એવી આગ્યુર્મેન્ટની જરૂર નથી કે તમે ક્રિયેટિવ ફ્લ્ડિ સાથે છો એટલે આ રીતે કામ ન થઇ શકે, કામ થઇ શકે અને આ જ રીતે કામ થઇ શકે અને બેસ્ટ ક્રિયેટિવ કામ પણ આ જ રીતે જન્મી શકે. જરૂર છે ફેકસ થવાની. ફેકસ ન થઇ શકો તો પેલી રશિયન કહેવત યાદ કરી લેવાનીઃ પ્રવાહ સાથે તો મરેલી માછલી ખેંચાય…

સતરંગી :- રશ્મિન શાહ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન