Lifestyle learn how to boil the potatoes
  • Home
  • Featured
  • સમારીને કે સમાર્યા વગર, જાણો કેવી રીતે બાફવા જોઇએ બટેટા

સમારીને કે સમાર્યા વગર, જાણો કેવી રીતે બાફવા જોઇએ બટેટા

 | 10:55 am IST

બટેટા એક એવું શાક છે જે ખાસ કરીને દરેક લોકોના ઘરે બનાવવામાં આવે છે. ક્યારેક પરાઠા તો ક્યારેક શાક. પરંતુ અમૂક શાક એવા હોય છે કે તેમાં બટેટાને બાફવાની જરૂર પડતી નથી. પરંતુ પરાઠા અને ટિક્કી બનાવવા માટે તે બાફવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેને ખોટી રીતે બાફે છે. તમે નથી જાણતા પરંતુ બટેટા બાફવાની પણ એક રીતે હોય છે જેથી તેમા રહેલા પોષક તત્વ યથાવત રહે છે.

– ખાસ કરીને લોકો બટેટાને કટ કરીને બાફે છે જ્યારે એવું ન કરવું જોઇએ. સમારીને બટેટા બાફવાથી તેમા રહેલા પોષક તત્વ નષ્ટ થઇ જાય છે.

– કૂકરમાં બટેટા બાફવામાં 11 મિનિટનો સમય લાગે છે. એક મિનિટ તૈયારીનો હોય છે બાકીની 10 મિનિટ બફાવામાં લાગે છે.

આ છે યોગ્ય રીત

– જો તમે પ્રેશર કુકરમાં બટેટા બાફી રહ્યા તો મોટા કૂકરમાં એક કિલો બટેટામાં એક લીટર પાણી ઉમેરી 1/4 મીઠું ઉમેરીને બાફો, તેને કટ ન કરવા જોઇએ. હંમેશા ધ્યાન રાખો કે કૂકરમાં 75 ટકા હોવું જોઇએ.

– ઢાંકણ બંધ કરીને કૂકરને તેજ આંચ પર રાખવું જોઇએ. તેજ આંચ પર કૂકરને 10 મિનિટ સુધી કે પછી 2 સીટી વાગે તે બાદ આંચ બંધ કરી લો અને કૂકરનું પ્રેશર ખતમ થવા દો.

– બટેટા બરાબર બફાયા છે કે નહીં તે ચેક કરવા માટે ચપ્પુની મદદથી જુઓ. જો મોટા બટેટા બફાયા નથી તો ઢાંકણ બંધ કરીને એક સીટી વાગવા દો. પ્રેશર ખતમ થયા બાદ ઢાંકણ ખોલો.

– બટેટાને ખુલ્લા વાસણમાં બાફવાથી સમય અને ગેસ વધારે વપરાય છે. એવમાં જે લોકો બટેટાને કટ કરીને બાફે છે તે લોકોએ બટેટાના સમારવા ન જોઇએ.

– ખુલ્લા વાસણમાં બટેટા, પાણા અને થોડૂંક મીઠું ઉમેરીને મીડિયમ આંચ પર 20 મિનિટ સુધી ઉકાળી લો. તેની પર ઢાંકણ ઢાંકો.

– બટેટાના પાણીમાં વિનેગર ઉમેરીને બાફવાથી જે જલદી બફાઇ જાય છે અને છાલ પણ જલદી ઉતરી જાય છે.

– માઇક્રોવેવમાં બટેટા બાફવા માટે બટેટાને ધોઇને સાફ કરો. હવે તેમાં બટેટા અને પાણી ઉમેરીને સેફ ડિશને તેમા મૂકી દો.

– માઇક્રોવેવને હાઇ ડિગ્રી પર રાખી તેમા 7 મિનિટ સુધી બટેટા બાફો.

– હવે તેને બંધ કરી દો અને થોડીક વાર બટેટાને માઇક્રોવેવમાં રાખી મૂકો.

– એક મિનિટ બાદ બટેટાને માઇક્રોવેવમાંથી નીકાળી લો. તૈયાર છે બાફેલા બટેટા..