ભાગ્યને વશમાં કરવા અપનાવો આ 3 ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • ભાગ્યને વશમાં કરવા અપનાવો આ 3 ઉપાય

ભાગ્યને વશમાં કરવા અપનાવો આ 3 ઉપાય

 | 2:18 pm IST

જ્ઞાનીઓ અનુસાર કર્મ જ ભાગ્ય છે, એક કર્મવાન મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યનો નિર્માતા હશે ના કે દાસ. કારણ કે ભાગ્ય પર કોઈનું ચાલતું નથી. હંમેશાં કર્મના રૂપે તમામ કાર્ય થાય છે. જે મનુષ્ય હંમશાં પોતાનું કર્તવ્ય કરે છે, ભાગ્ય હંમેશાં તેનો સાથ આપે છે. એટલા માટે તમે ઈચ્છો છો કે જીવનમાં કિસ્મતનો સાથ હંમેશાં તમને મળે તો આગળ બતાવેલા 3 કામ કરવાથી હંમેશાં બચો.

1. વારંવાર એક જ ભૂલ કરવી
વારંવાર એકની એક ભૂલ ન કરો કારણ તે મુર્ખતા છે અને તેને એક ગુનો માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ભાવિ પેઢી તેને જોઈને આગળ વધે છે. એટલે એકની એક ભૂલ તમને પાપી મનુષ્યોની શ્રેણીમાં લઈ જાય છે. આવા લોકોને ક્યારેય પણ ભાગ્યનો સાથ મળતો નથી.

2 પરિશ્રમ રહિત માર્ગની પસંદગી
સફળતા માટે પરિશ્રમ રહિત અથવા તો ઓછા પરિશ્રમવાળા માર્ગની પસંદગી કરવી તે હંમેશાં તમારા ભાગ્યને દાસ બનાવશે. ભલે પછી તે ધન કમાવું હોય, અધ્યયન કરવાનું હોય અથવા તો કોઈ કાર્ય, કોઈ પણ કામને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે માનસિક તથા શારીરિક શ્રમની આવશ્યકતા હોય છે. જેથી તમારા કામોને પુરા કરવા માટે શારીરિક અને માનસિક શ્રમની આવશ્યતા હોય છે. અમુક કાર્યોને પુરા કરવા માટે જ્યાં સમય આપવાની જરૂર હોય છે, જ્યારે અનુકૂળ પરિણામોની પ્રાપ્તિ માટે ધૈર્યની સાથે રાહની જરૂર હોય છે.

3 વધારે બોલવું
જ્ઞાનીઓનું કહેવું છે કે, વધારે બોલવું નાશને નિમંત્રણ આપવું છે. શાસ્ત્રો અનુસાર બોલવા કરતા વધારે સાંભળવું અને સમજવું વધુ આવશ્યક છે. બોલવામાં ઘણી વખત તમે પ્રસંગને પુરી સાંભળી કે સમજી શકતા નથી. એવામાં વધારે બોલવાની આદતવાળા ઘણી વખત એવા શબ્દો બોલી જાય છે જે દરેક રૂપથી તમારા માટે હાનિકારક હોઈ શકે છે.