Business: how to calculate gratuity amount in India
  • Home
  • Business
  • નોકરીયાત વર્ગ જાણો કેટલી મળશે ગ્રેચ્યુટીની રકમ, આ ફોર્મ્યુલાથી કરો ગણતરી

નોકરીયાત વર્ગ જાણો કેટલી મળશે ગ્રેચ્યુટીની રકમ, આ ફોર્મ્યુલાથી કરો ગણતરી

 | 12:25 pm IST

ગ્રેચ્યુટી એ રકમ છે જે કંપનીમાં 5 વર્ષ કરતાં વધુ સમય માટે કામ કરતા હોય તેવા કર્મચારીને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. સામાન્ય રીતે આ રકમ નિવૃત્તિ પછી આપવામાં આવે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ હેઠળ તે પહેલાં પણ ચૂકવી શકાય છે.

કયા કર્મચારીઓને ગ્રેચ્યુટી મળે છે અને નિયમ શું છે?

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, 1972ના પ્રમાણે 10 કે તેથી વધુનો સ્ટાફ ધરાવનારા તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો, રેલવે કંપનીઓ, દુકાનો કે તમામ સંસ્થાઓ અને કંપનીઓને તેમના કર્મચારીઓના પગાર અનુસાર ગ્રેચ્યુટી આપવી જરૂરી છે. ગ્રેચ્યુટી રકમ કર્મચારીના છેલ્લા પગાર અને તે કંપનીમાં કામ કરેલા વર્ષોની કુલ સંખ્યા પર આધારિત છે. સરકારી કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી ગણતરી કરવા માટેના વિવિધ નિયમો છે, જેમાં કેટલાક એક્ટ હેઠળ આવરી લેવાયા છે અને કેટલાક કવર કરવામાં આવ્યા નથી.

ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટે, આ ફોર્મ્યુલાને અનુસરો: –

ગ્રેચ્યુટીની ગણતરીમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું અને કમિશનને મિશ્રિત કરવામાં આવે છે. આ ફોર્મ્યુલામાં 15 છેલ્લી પગાર ગુણ્યા કામનો સમયગાળો/26 છે. ધારો કે કર્મચારીનો છેલ્લો પગાર દર મહિને 20,000 રૂપિયા છે. અને તેણે લિમિટેડ કંપનીમાં આશરે 20 વર્ષ સુધી કામ કર્યું છે. તે કર્મચારીની ગ્રેચ્યુટીની ગણતરી આ રીતે કરવામાં આવશે: (15X20,000X20)/26 = રૂપિયા 2,30,769. આ ફોર્મ્યુલા પ્રમાણે 6 મહિનાથી વધુ કામ કરવાના સમયગાળાને 1 વર્ષ માનવામાં આવે છે. જે કર્મચારી આ કાયદા હેઠળ આવરવામાં આવતા નથી, તેમની ગ્રેચ્યુટી મહિને અડધા પગાર અને વર્ષોના પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન