How To Change Wifi Passwrod, please Follow Easy Trike
  • Home
  • Featured
  • નથી આવડતો વાઇફાઇનો પાસવર્ડ બદલતા તો ખાસ વાંચો આટલું

નથી આવડતો વાઇફાઇનો પાસવર્ડ બદલતા તો ખાસ વાંચો આટલું

 | 3:38 pm IST

આજના સમયમાં દુનિયામાં ઓનલાઇન સિક્યોરિટી એક મહત્વનો મુદ્દો બની ચૂક્યો છે. તેની સાથે જ નેટવર્ક સિક્યોરિટીને લઇને પણ આજકાલ યૂજર્સ ખૂબ સતર્ક રહેવા લાગ્યા છે. નેટવર્ક સિક્યોરિટીની મદદથી તમે તમારા ઘરમાં લાગેલા વાઇ-ફાઇ નેટવર્કને સિક્યોર કરી શકો છો. વાઇ-ફાઇ નેટવર્ક સિક્યોર ન હોવાની સ્થિતિમાં હેકર્સ તમારા આઇપી એડ્રેસને હેક કરી તમને નુકસાન પહોંચાડી શકે છે.

નેટવર્કની સિક્યોરિટી માટે યૂજર્સે તેના વાઇ-ફાઇના પાસવર્ડને બદલતા રહેવું જોઇએ. પાસવર્ડને બદલતા રહેવાથી વાઇ-ફાઇ નેટવર્તના ખોટો ઉપયોગ થવાની સંભાવના ઓછી થઇ જાય છે. જો તમારા ઘરમાં વાઇ-ફાઇ લાગેલું છે તો મતે પણ તેના પાસવર્ડને દર બે મહીને બદલી શકો છો. જો તમને વાઇફાઇનો પાસવર્ડ બદલતા નથી આવડતો તો અમે તમને કેટલાક સહેલા સ્ટેપ્સ અંગે જણાવીશું જેની મદદથી તમે વાઇ-ફાઇના પાસવર્ડને બદલવાની સાથે જ તેની સિક્યોરીટી પણ વધારી શકો છો.

આ રીતે બદલો વાઇફાઇનો પાસવર્ડ

– સૌ પ્રથમ તમારે તમારા ઘરના વાઇફાઇથી કોઇ એક ડિવાઇસને કનેક્ટ રાખવાની છે.
– હવે તે ડિવાઇસથી વેબ બ્રાઉઝર ખોલો.
– બ્રાઉઝરમાં તમારા રાઉટરના કોન્ફિગ્યુરેશન પેજને ખોલો અને TP-Link router ટાઇપ કરીને એન્ટર કરી દો.
– તે બાદ તમારા રાઉટરની સેટિંગ્સનો ડિફૉલ્ટ યુજર નેમ અને પાસવર્ડ ઉમેરવાનો રહેશે.
– વાયરલેસ સિક્યોરિટી ઓપ્શનમાં જાઓ.
– અંહી તમને પાસવર્ડ, પાસફ્રેજ કે શેયર્ડનો બોક્સ જોવા મળશે, તેમા તમને નવો પાસવર્ડ ઉમેરવાનો છે.
– સારી સિક્યોરીટી માટે અલ્ફાન્યૂમરિક પાસવર્ડ રાખો.
– પાસવર્ડ બદલાની પ્રક્રિયાને શરૂ કરતા પહેલા રાઉટર સેટિંગનો ડિફોલ્ટ યુજરનેમ, મોડલ નંબર, અને રાઉટરનું કોન્ફિગ્યુરેશન યુઆરએલ નોટ કરીને રાખી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન