આ રીતે જાણો તમારા ઘરે ભેળસેળવાળુ દૂધ આવે છે કે ચોખ્ખું? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ રીતે જાણો તમારા ઘરે ભેળસેળવાળુ દૂધ આવે છે કે ચોખ્ખું?

આ રીતે જાણો તમારા ઘરે ભેળસેળવાળુ દૂધ આવે છે કે ચોખ્ખું?

 | 2:13 pm IST
  • Share

દુકાનદારો વગર મહેનતે વધુમાં વધુ પૈસા કમાવવાના ચક્કરમાં ગ્રાહકોને ભેળસેળવાળો સામાન વેંચવા લાગ્યા છે. દૂધ, ચા, ખાંડ, દાળ, અનાજ, હળદર, સફરજન, લોટ, તેલ અને તેના જેવી દરેક ઘર ઉપયોગી ચીજવસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. કહેવાનો અર્થ એ છે કે પૈસા પુરા આપ્યાં છતાં પણ આપણને શુદ્ધ ખાણીપીણીની વસ્તુઓ મળતી નથી. હવે જોઈએ કે દૂધને તમે કેવી રીતે ચકાસશો કે તે શુધ્ધ છે કે નહીં.

  • દૂધમાં ડીટરજન્ટ મિક્ષ હોય તો તેની ચકાસણી કેમ કરવી. 10 એમ.એલ. દૂધ અને તેટલુ જ પાણી મિક્ષ કરો, જો તેમાં ફીણ ઉત્પન્ન થાય તો સમજવું કે તેમાં ડીટરજન્ટ મિક્ષ કરેલ છે.
  • આવી જ રીતે દુધમાં પાણીની ભેળસેળની ચકાસણી કરવા માટે ચિકણી જગ્યા ઉપર દૂધના ટીપા નાખો. અને જો તેમાં પાણી મિક્ષ કરેલ હશે તો તે કોઈ પણ નિશાનીઓ છોડ્યા વગર આગળ વધશે. શુદ્ધ દૂધ ધીરે ધીરે આગળ વધશે અને સફેદ દાગ રહી જશે.
  • આમ, જ સિન્થેટીક દૂધ સ્વાદમાં ખરાબ લાગે છે, અને જો તેને હથેળીમાં લઈ રગડીએ તો તે સાબુની જેમ લસરવા લાગે છે અને ગરમ કરીએ તો તે પીળા રંગનું થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન