food recipe adulteration in milk how to check at home
  • Home
  • Featured
  • દૂધને ગટગટાવતા પહેલા જુઓ ક્યાંક ભેળસેળ વાળું તો નથી ને…

દૂધને ગટગટાવતા પહેલા જુઓ ક્યાંક ભેળસેળ વાળું તો નથી ને…

 | 12:23 pm IST

દૂધને આપણે સંપૂર્ણ આહાર કહીશુ. હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેનાથી ચોંકાવનારો ખુલાસો થયો છે કે જેટલું દૂધનું ઉત્પાદન છે તેનાથી બમણી તેની જરૂરિયાત છે. આથી સ્વાભાવિક છે કે દૂધમાં ભેળસેળ પણ વધારે થાય છે. આપણે જે પણ ખોરાક તરીકે લઈએ છીએ તેની અસર આપણા શરીર પર પડવાની છે આથી ખાસ કરીને દૂધનો ઉપયોગ કરતા પહેલા એ જાણવુ જરૂરી બને છે કે ક્યાંક તેમાં ભેળસેળ તો નથી કરવામાં આવી ને?

થોડા સમય પહેલા જ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યુ હતુ કે દૂધના પેકીંગ વખતે સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવતુ નથી. દૂધમાં ડિટર્જન્ટ જેવા પદાર્થોથી તેમજ યુરીયા ખાતર નાખીને ભેળસેળ કરવામાં આવે છે જે ખુબજ ખતરનાક છે. આવુ ભેળસેળ વાળુ દૂધ પીવાથી ગંભીર બીમારીઓ થાય છે.

કેવી રીતે પારખશો દૂધમાં ભેળસેળ છે કે કેમ?

અસલી દૂધનો સ્વાદ થોડો મીઠો હોય છે, જ્યારે ભેળસેળ વાળા દૂધનો સ્વાદ થોડો કડવો લાગે છે. અસલી દૂધને સ્ટોર કરવાથી તેનો રંગ બદલાતો નથી, જ્યારે નકલી દૂધનો રંગ પીળો પડવા લાગે છે. દૂધમાં પાણી છે કે નહી તે જાણવા માટે એક કાળા કપડામાંથી ગળો જો કપડા પર સફેદ લીટીઓ થાય તો સમજી લો કે દૂધ ચોખ્ખુ છે.

જો દૂધને સરખી રીતે ઉકાળો તો રંગ નથી બદલાતો, દૂધના બે ત્રણ ટીપાઓને ચીકણી લાકડી કે પથ્થર પર નાખો અને દૂધ વહેતુ દેખાય તો સફેદ ધારનું નિશાન બને તો દૂધ શુદ્ધ છે. અસલી દૂધને હાથથી રગડવાથી કોઈ ચીકાશ મહેસુસ નથી થતી, નકલી દૂધ ચીકાશવાળુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન