શિયાળામાં ઘરે બનાવો મેક્રોની પુલાવ, તે ખાવામાં પણ લાગશે ટેસ્ટી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4025 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • શિયાળામાં ઘરે બનાવો મેક્રોની પુલાવ, તે ખાવામાં પણ લાગશે ટેસ્ટી

શિયાળામાં ઘરે બનાવો મેક્રોની પુલાવ, તે ખાવામાં પણ લાગશે ટેસ્ટી

 | 6:48 pm IST

જો તમને ગરમાગરમ પુલાવ ખાવાની ઈચ્છા થતી હોય તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તેમજ તમે તેને અલગ રીતે બનાવવા માંગતા હોય તો મેક્રોની મિક્સ કરી લો.

સામગ્રી :

– 60 મિલીલીટર તેલ

– દોઢ ચમચી જીરું

– સમારેલું આદું દોઢ ચમચી

– મરીનો પાવડર એક અડધી ચમચી

– ચાર નંગ લવીંગ

– બે નંગ તજ

– એક અડધી ચમચી ઈલાયચી

– 100 ગ્રામ બાફેલા વટાણા

– ઝીણું સમારેલું શિમલા મરચું

– 145 ગ્રામ ઝીણા સમારેલા ટામેટા

– બે ચમચી પીઝા સોસ

– અડધી ચમચી લાલ મરચું

– સ્વાદ અનુસાર મીઠું

– દોઢ ચમચી કાજૂ

– 150 ગ્રામ બાફેલી મેક્રોની

– 530 ગ્રામ ભાત

બનાવવાની રીત :

1. સૌથી પહેલા એક પેનમાં 60 મિલીલીટર તેલ ગરમ કરવું. પછી તેમાં અડધી ચમચી જીરું, એક ચમચી આદુ નાખીને વગારી લો.

2. તેના પછી તેમાં અડધી ચમચી મરી પાવડર, 4 નંગ લવીંગ, અડધી ચમચી ઈલાયચી નાખીને 2થી 3 મિનિટ સુધી ચમચાથી હલાવો.

3. હવે પેનમાં 100 ગ્રામ બાફેલા લીલા વટાણા, 85 ગ્રામ શિમલા મરચું નાખીને 5થી 7 મિનિટ સુધી ચઢવો દો.

4. પછી પેનમાં 145 ગ્રામ ટામેટા નાખીને તેને ચઢવા દો.

5. હવે આ મિશ્રણમાં 2 ચમચી પીઝા સોસ, અડધી ચમચી લાલ મરચું, એક દોઢ ચમચી મીઠું, દોઢ ચમચી કાજૂ અને 150 ગ્રામ બાફેલી મેક્રોની નાખીને
મિક્સ કરો.

6. પછી તેમાં 530 ગ્રામ ભાત નાખીને સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે ગરમા-ગરમ મેક્રોની પુલાવ.