Health Tips how to control high blood pressure with potato
  • Home
  • Featured
  • હાઈ બ્લડ પ્રેશર માટે વરદાન સમાન છે આ શાક, નિયમિત સેવનથી થશે ફાયદો

હાઈ બ્લડ પ્રેશર માટે વરદાન સમાન છે આ શાક, નિયમિત સેવનથી થશે ફાયદો

 | 4:25 pm IST

હાઈ બ્લડ પ્રેશર એટલેકે હાઈપરટેન્શન એક ખુબજ ગંભીર બીમારી છે. જે આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ખુબજ ઝડપથી આપણને તેનાં ભરડામાં લઈ લે છે. એટલું જ નહી આજકાલના યુવાનો પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી લડી રહ્યા છે. બ્લડ પ્રેશરનું લેવલ વધવાથી હૃદય સંબંધી બીમારીઓ તેમજ હાર્ટ એટેક જેવી બીમારીઓ થાય છે.

જો કે લોકો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા દવાઓનું સેવન કરતાં હોય છે. પણ તમે નેચરલ રીત પણ તેને અજમાવી શકો છો. આજે તમને એક એવા શાક અંગે જણાવીશુ જેનાથી તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

હાઈ બ્લડ પ્રેશરનાં લક્ષણ

ચક્કર આવવા, શારિરીક ક્ષમતા કમજોર, અનિંદ્રા, માથાના પાછળના ભાગે અને ગરદનમાં દુખાવો, દિલની ધડકન વધી જવી, દરેક સમય પર ગુસ્સામાં જ રહેવુ, ખુબજ થાક લાગવો, નાકમાંથી લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ.

બ્લડ પ્રેશરમાં વરદાન છે બટેટા

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો બટેટા તમારા માટે વરદાન સમાન છે. શોધ અનુસાર, બટેટામાં રહેલ ક્લોરોજેનિક એસિડ અને એન્થોસાયનિન કેમિકલ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. તો બટેટામાં પોટૈશિયમનો સારો સ્ત્રોત રહેલ છે, જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે.

આ રીતે કરો ઉપયોગ

વધી રહેલા બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે તમે બટેટાનું જ્યુસ પી શકો છો. આ માટે બટેટાને ધોઈને તેની છાલ કાઢી લો. ત્યારબાદ તેને ગ્રાઈન્ડ કરી જ્યુસ કાઢી લો. હવે તેને ગળીને સેવન કરો. જો કે આ નુસ્ખાનો ઉપયોગ કરતાં પહેલા એક વાર તમારા ડોક્ટરની મદદ લો. આ સિવાય તમારા ડાયટમાં બટેટાનો ઉપયોગ કરો.

આ વાતોનું રાખો ધ્યાન

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે તમારી ડાયટમાં પોટેશિયમથી ભરપુર ફળ શાકભાજીનો ઉપયોગ કરો. પ્રોસેસ્ડ ફુડની જગ્યાએ તાજા અનાજ ખાવાથી ફાયદો થશે. જે લોકો દિવસમાં 1500 MGથી ઓછા મીઠાંનું સેવન કરે છે તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.આથી બને તેટલો ઓછો મીઠાંનો ઉપયોગ કરો.

રોજ ઓછામાં ઓછી 30 મીનિટ કસરત કરો. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગંભીર બીમારીઓથી બચી શકાય છે. હાઈ બ્લડ પ્રેશરથી બચવા રોજ ઓછામાં ઓછુ એક નાળીયેરનું પાણી પીવાથી ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન