How to Create Good Feng Shui in Your Home, you should also try
  • Home
  • Astrology
  • ગમે તેવી અશાંતિ હશે ઘરમાં દૂર કરશે આ ફેંગશૂઈ ટિપ્સ, તમે પણ અજમાવી જુઓ

ગમે તેવી અશાંતિ હશે ઘરમાં દૂર કરશે આ ફેંગશૂઈ ટિપ્સ, તમે પણ અજમાવી જુઓ

 | 11:11 am IST

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશૂઈના ઉપાયોને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવે તો તેનાથી ચમત્કારી પરિણામ મળી શકે છે. આ ઉપાયો કરવામાં વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. ફેંગશૂઈની શુભ વસ્તુઓને ઘરમાં લાવી અને યોગ્ય દિશામાં રાખવા માત્રથી પણ જીવનમાં બદલાવ કરી શકાય છે. આ વસ્તુઓની શુભ અસર આર્થિક સંકડામણ પણ દૂર કરી દે છે અને ઘરના વાતાવરણામાં શાંતિ લાવે છે. તો જાણી લો ઘરમાં ફેંગશૂઈની વસ્તુઓ કેવી રીતે રાખવાથી લાભ થઈ શકે છે.

આ પણ વાંચો: લગ્નમાં કેમ ચોળવામાં આવે છે પીઠી? મહેંદીનું શું છે મહત્વ? વિવાહમાં થતાં રીત-રિવાજો પાછળ આ છે કારણ

ઘરની પૂર્વ દિશામાં લાફિંગ બુદ્ધા રાખવા. જો કોઈના તરફથી આ બુદ્ધા તમને ભેટમાં મળ્યો હોય તો તે ઉત્તમ ફળ આપે છે. આથી બને ત્યાં સુધી ભેટમાં મળે તેવા લાફિંગ બુદ્ધા વધુ ફળ આપે છે.

ફેંગશુઈ અનુસાર જો ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હોય તો તેનો રામબાણ ઈલાજ છે કાચબો. જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો તમારાથી બીમારી અને શત્રુઓ દુર જ રહેશે. ધંધા-રોજગારમાં વધારો કરવાની ઈચ્છા હોય તો ધાતુના કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખી ઓફિસની ઉત્તર દિશામાં મુકવો.

કાચબો લાંબા આયુષ્યનું પ્રતિક પણ ગણાય છે. જે ઘરમાં કાચબો હોય છે ત્યાં અપમૃત્યુનો ભય રહેતો નથી. સુખી દાંપત્યજીવન માટે બેડરૂમમાં પણ કાચબો રાખી શકાય છે પરંતુ તેને પાણી વિના રાખવો.ઘરમાં વાસનો છોડ ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવશે. મનમાં ઉઠતા વમળો પર કાબૂ મેળવી શકશો.

આ વીડિયો જુઓ: જાણો કેમ કૃષ્ણે પોતાની હથેળીમાં કર્યા કર્ણના અંતિમ સંસ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન