આ રીતે પિસ્તાના ફોતરાથી ઘરની દિવાલને કરો ડેકોરેટ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ રીતે પિસ્તાના ફોતરાથી ઘરની દિવાલને કરો ડેકોરેટ

આ રીતે પિસ્તાના ફોતરાથી ઘરની દિવાલને કરો ડેકોરેટ

 | 12:47 pm IST

શિયાળામાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે ડ્રાય ફ્રૂટનું સેવન કરવું જોઈએ. ડ્રાય ફ્રૂટમાં પિસ્તા સૌથી વધારે ટેસ્ટી હોય છે. તે બહુ ફાયદાકારક પણ હોય છે. તેમજ તેના ફોતરા ફેંકવાની જગ્યાએ તમે તેનો ઉપયાગ કરીને ઘરને ડેકારેટ કરી શકો છો. તેનાથી તમને તમારી ક્રિએટીવિટી બતાવવાની તક મળશે. પિસ્તાના છોતરા ફેંકવાની જગ્યાએ તમે તેનો સારી રીતે ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘરની દિવાલો પણ સુંદર લાગશે. આજે અમે તમને જણાવીશું પિસ્તાના ફોતરાથી કેવી રીતે ડેકોરેશન કરવું

ડેકોરાશન કરવા માટે પિસ્તાના ફોતરા, ગૂંદર, કલર, અને પેન્સિલ જેવી વસ્તું જોઈશે.

ઉપયોગ કરવાની રીત :

1. સૌથી પહેલા પિસ્તાના ફોતરા પર પોતાની પસંદ અનુસાર, લાલ, લીલો, પીળો, વાદળી કલર કરી લો.

2. હવે દિવાલ પર પેન્સિલની મદદથી ઝાડની ડાળીયો બનાવો અને પછી તેના પર બ્રાઉન કલર કરો.

3. કલર સુકાય જાય પછી કલર કરેલા પિસ્તાના ફોતરાને ડાળિયો પર ગુંદરથી ચોંટાડી દો. તેને આ રીતે ચોંટાડવાતી એવું લાગશે ઝાડ પર પક્ષીઓ બેઠા
છે.

4. હવે કાળા કલરથી પક્ષીઓની ચાંચ બનાવો. હવે તમારી દિવાલ લાગશે સુંદર. તમે તેને સ્વિચ બોર્ડની આજુ બાજુ પણ લગાવી શકો છો.