ગર્ભાધાન પરીક્ષણ પદ્ધતિના દુરુપયોગને નિયંત્રિત કરવા `ગર્ભપરીક્ષણ કસોટી નિયમન અને તેનો દુરુપયોગ અટકાવવા માટેનો કાયદો, 1994 ની કલમ-22 પ્રમાણે બીજાંકુરણ પહેલાં અને જન્મ પહેલાં લિંગ નક્કી કરવા(જાણવા)ના સંબંધમાં જાહેરાતના પ્રતિબંધ અને તેની વિરુદ્ધ કરવા માટે સજાનું પ્રાવધાન કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ, સંગઠન, આનુવંશિક સલાહકાર કેન્દ્ર, આનુવંશિક પ્રયોગશાળા અથવા `આનુવંશિક ક્લિનિક, ગર્ભમાંના લિંગને જાણવા અથવા લિંગ પસંદગી હાથ ધરવા સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ મશીન અથવા ઈમેજિંગ મશીન અથવા સ્કેનર અથવા અન્ય કોઈ તકનીક ધરાવતાં કેન્દ્ર, ક્લિનિક અથવા પ્રયોગશાળા અથવા આનુવંશિક ક્લિનિક બીજાંકુરણ પહેલાં અને જન્મ પહેલાં લિંગ નક્કી કરવા(જાણવા)ના સંબંધમાં જાહેરાત કરે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા દસ હજાર સુધીના દંડની શિક્ષા છે. આ કાયદામાં જાહેરાત એટલે નોટિસ, સરક્યુલર, લેબલ, પેપર અથવા અન્ય કોઈ દસ્તાવેજ, ઈન્ટરનેટ અથવા અન્ય કોઈ મીડિયા અથવા પ્રિન્ટ સ્વરૂપમાંનો સમાવેશ થાય છે અને જોઈ શકાય તેવી રજૂઆતમાં હોર્ડિંગ, વોલ પ્રિન્ટિંગનો પણ સમાવેશ થાય છે. આ કાયદાની કલમ-23 પ્રમાણે કોઈ પણ તબીબી આનુવંશિક ગાનેકોલોજસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત જેનું ક્લિનિક કે કેન્દ્ર આ કાયદા નીચે રજિસ્ટર્ડ હોય અને તે જો આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધનું કરે તો ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દસ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે અને તે પછીના કોઈ ગુનેગાર ઠરાવ્યેથી પાંચ વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર રૂપિયા સુધીના દંડને પાત્ર થશે. આ કાયદો દરેક સ્ત્રીરોગ નિષ્ણાત અને મહિલા સ્ત્રીરોગ નિષ્ણાતે જાણવો ખૂબ જરૂરી છે. આ કાયદાનું જો ઉલ્લંઘન થાય તો યોગ્ય સત્તા આ તબીબ સામે રાજ્ય તબીબી કાઉન્સીલને જરૂરી પગલાં લેવા માટે રિપોર્ટ કરી શકે છે. કોઈ વ્યક્તિ જે આ કાયદામાં સ્પષ્ટ કરાયેલ સિવાયના હેતુઓ માટે કોઈ મહિલાને લિંગ પસંદગી અથવા જન્મ પહેલાં પરીક્ષણ તકનીકો હાથ ધરવા માટે સહાય કરે તો તેને ત્રણ વર્ષની કેદની સજા અને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. આ કાયદો દરેક સગર્ભા મહિલાએ અને તેના કુટુંબીજનોએ જાણવો ખૂબ જરૂરી છે. જો આ ગુનો બીજી વખત કોઈ કરે તો તેને પાંચ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાના સુધીનો દંડ અને સજા થઈ શકે છે. આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો