ગણેશ વિસર્જન સમયે આ 4 વાતોનું અવશ્ય રાખજો ધ્યાન - Sandesh
  • Home
  • Astrology
  • ગણેશ વિસર્જન સમયે આ 4 વાતોનું અવશ્ય રાખજો ધ્યાન

ગણેશ વિસર્જન સમયે આ 4 વાતોનું અવશ્ય રાખજો ધ્યાન

 | 10:40 am IST

ભગવાન ગણેશ જળ તત્વના અધિપતિ છે અને આ કારણ છે કે અનંત ચૌદશના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી તેમનું વિસર્જન કરવામાં આવે છે.

વિસર્જન કરતી વખતે ધ્યાનમાં રાખજો આ વાતો
– ગણેશજીનું વિસર્જન કરતાં પહેલા તેમની વિધિવત પૂજા કરવી અને તેમને પ્રસાદ ધરાવી અને ગણેશજી સમક્ષ સ્વસ્તિવાચન કરવું.
– એક પાટલો કે બાજોઠ લેવો અને તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી સાફ કરો અને તેના પર કંકુથી સાથિયો બનાવો અને તેના પર ચોખા રાખી અને લાલ કપડું પાથરો.
– આ કપડાના ચાર ખૂણા પર ચાર સોપારી રાખો અને ફુલની પાંદળીઓ પાથરો. ગણેશજીનો જયકાર કરી અને તેમની પ્રતિમાને સ્થાપન પરથી લઈ અને બાજોઠ પર રાખો અને વિસર્જન સ્થળ સુધી લઈ જવા.
– વિસર્જન સ્થળે જઈ તેમની ક્ષમા યાચના કરી કપૂરની આરતી કરવી અને તેમને તમામ સામગ્રીઓ સાથે ધીરે ધીરે પાણીમાં વિસર્જીત કરવા. ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હોય તો તેને ઘરે પણ વિસર્જિત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન