how to do LRD paper co-ordination at gujarat
  • Home
  • Featured
  • LRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત

LRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત

 | 5:18 pm IST

લોકરક્ષક પેપર કાંડમાં સંદેશ દ્વારા સૌથી મોટો ખુલાસો. અંડરવર્લ્ડની તર્જ પર ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ક્રાઇમની તરજ પર દેશમાં ચાલે છે સૌથી મોટુ પેપર લીકનું કૌભાંડ. આ એ જ ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ક્રાઇમની ટીમ છે કે જેણે ગુજરાતમાં કૌભાંડ આચર્યું હતું.

આ ગેંગના તમામ સભ્યો શાતિર છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં માહેર છે. તેમના સંપર્કો અનેક રાજ્યોમાં છે. તેઓ આજસુધી કોઇ સર્વેલન્સમાં કે કોઇ તપાસમાં ઝડપાતા જ નથી.

એટલું જબરદસ્ત તેમનું પ્લાનિંગ છે. પેપર કાંડની આ પુરી કહાનીમાં દિલ્હીની શાતિર ગેંગનું ગુજરાત કનેક્શન યશપાલ જેણે ગુજરાતમાં કો-ઓર્ડિનેશન કર્યું હતુ.

ગુજરાતમાંથી પ્રશ્નપત્રો ખરીદનાર વિદ્યાર્થીઓ મેળવીને પછી તેમને દિલ્હી સુધી ખુબ ચતુરાઇ પૂર્વકના પ્લાનિંગ સાથે પહોંચાડાયા હતા. કોઇને ગંધ પણ ન આવે એ રીતે બધાને દિલ્હી લઇ જવાયા હતા.

આ કૌભાંડનું તમામ પ્લાનિંગ માત્ર દિલ્હી પહોંચવાથી સફળ નહોતું થવાનું એ આ શાતિર કૌભાંડીઓ સારી રીતે જાણતા હતા. અને એટલે જ જરૂર હતી દિલ્હીમાં પણ બેહદ શાતિર પ્લાનિંગની.

અને આ શાતિર શેતાન દિમાગ કૌભાંડીઓએ પ્લાનિંગ ખુબ જ દિમાગ લડાવીને કર્યું હતુ. કૌભાંડીઓએ તો શાતિરમાં શાતિર પ્લાનિંગ કર્યું હતુ. પરંતુ, જે ચોર છે એને લોભ હોવાનો જ છે.

અને યશપાલ, મનહર, રૂપલ જેવા કૌભાંડી ચોરોને પણ લોભ જાગ્યો. જે પેપર તેમણે દિલ્હીમાં મેળવ્યા એ ગુજરાતમાં બીજા વિદ્યાર્થીઓને વેંચીને લાખો રૂપિયા કમાઇ લેવાનો લોભ લાગ્યો. અને આ જ લોભમાં ફૂટી ગયો તેમનો ભાંડો.