ફ્લેટનું વાસ્તુ કેવું હોવું જોઇએ? - Sandesh

ફ્લેટનું વાસ્તુ કેવું હોવું જોઇએ?

 | 12:10 am IST

વાસ્તુશાસ્ત્ર :- બારીઓ વેન્ટીલેશન

ઉત્તર અને પૂર્વ દિશામાં સામસામી બારીઓ રાખવાથી સારી તંદુરસ્તી અને વિપુલ ધન વૈશ્વિક ઊર્જાની પ્રાપ્તિ થશે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બારીઓ હોય તો જાડા પડદાઓ રાખવા. આ બંને દિશામાંથી નકારાત્મક ઊર્જાશક્તિ વધુ પડતી ન આવે તે જોવું. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં વેન્ટીલેશન રાખવું.

કચરો કયાં રાખવો?

ઉત્તર ઈશાન અને પૂર્વમાં કચરો ભેગો કરશો નહિ. કચરા પેટી કે સોસાયટીનું કચરા ભેગા કરવાનું સ્થાન ત્યાં રાખશો નહિ. દક્ષિણ નૈઋત્ય કે પશ્ચિમ દિશામાં કચરો રાખશો. કચરામાંથી નેગેટીવ ઊર્જા ઉદ્ભવે છે. તેથી શુભ દિશામાં રાખવો નહિ.

દાદર-સીડી

જમણી બાજુ સીડી રાખવી. દક્ષિણ એગ્રિ નૈઋત્ય અને પશ્ચિમ દિશામાં સીડી રાખવી. દાદરાની આજુબાજુ સારા ઈન્ડોર પ્લાન્ટ રાખવા. આ છોડની દેખભાળ કરવી. નિયમિત પાણી પાવું. છોડ સૂકાઈ જશે તો નકારાત્મક ઊર્જા સર્જાશે.

પાર્કિંગ-ગેરેજ

ઈશાન ખૂણામાં કદાપિ ગેરેજ પાર્કિંગ રાખશો નહિ, વાયવ્ય કે અગ્રિ ખૂણામાં ગેરેજ પાર્કિંગ રાખવું. સોસાયટીની ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરવી. (ઈશાન સિવાય)

પ્રકાશ-લાઈટીંગ

બ્લોકની અંદર પ્રકાશ કુદરતી રીતે જરૂર પૂરતો મળવો જોઈએ. બહુ લાંબો ઓરડો હશે તો પ્રકાશ વ્યવસ્થા માટે ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર અરિસાઓ ગોઠવવા. અગ્નિખૂણામાં રસોડું રાખશો. અંધારા ખૂણા કે વિસ્તારને લાઈટની ગોઠવણી વડે પ્રકાશિત કરવો. અરિસ્સાઓ બહુ નીચે ટાંગવા નહિ. તેમાં જોવાથી તમારા માથા કપાતા હોય તેમ ભાસ થશે અથવા તો માથાનો દુઃખાવો અને અકળામણ અનુભવશો. અરિસો ખૂટતી દિશા ખૂણા દર્શાવવા વાપરવા. વધુ પડતા સૂર્યનો પ્રકાશ હશે તો ગ્લેમરથી આંખ અંજાઈ જાય છે. તેનું નિયંત્રણ કરવા પડદાઓ વેનેશિયન બ્લાઈન્ડ રાખવા. સૂર્ય પ્રકાશમાંથી જીવના તત્ત્વો અને જીવનને ટકાવવા, નિભાવવા માટેની મહત્ત્વની શક્તિ સાંપડે છે. સાંકડા પેસેજને વિશાળ બતાવવા અરિસાનો ઉપયોગ કરવો. ક્રિસ્ટેલ બોલ ટાંગી સૂર્યના કિરણો સારા પ્રમાણમાં મેળવી શકાય છે.

રૂમોના બીજા ગડર્સ થાંભલાઓ

આપની બેઠક, સુવાની જગ્યામાં લખવા-વાંચવાના ટેબલ, ડાઈનિંગ ટેબલ બીમ નીચે રાખશો નહિ. બીજાથી તણાવ વધે છે. વિદ્યાર્થીઓ બીમ કે થાંભલાની અસરમાં ન રહે તે જોશો. વધારાનું લાકડાનું છાપરું બનાવશો. પ્રકાશની વ્યવસ્થા કે નિવારણના ઉપાયો માટે વિચારવું. ફોલ્સ, સીંલીગ પણ કરી શકાય. થાંભલાઓને ઈન્ટીરીયર ડેકોરેશનથી સજાવવા.

જાજરૂ /ટોઈલેટ

ઈશાન ખૂણામાં ટોઈલેટ કદાપિ રાખશો નહિ. ઔપશ્ચિમ દક્ષિણ દિશામાં જાજરૂ રાખવું. ઈશાન ખૂણામાં ચોકીદારને રહેવાની ઓરડી બનાવશો નહિ. વાયવ્ય કે અગ્નિખૂણામાં રાખવી. ઈશાન ખૂણો ૯૦ ડીગ્રીથી ઓછો ચાલે પરંતુ વધુ વૃક્ષ કે વજનવાળી વસ્તુઓ રાખવી નહિ. ઈશાન ખૂણામાં પૂજાઘર બનાવવું નહિ. પશ્ચિમ-વાયવ્યમાં ટોઈલેટ રાખવું યોગ્ય છે. ઈશાન ખૂણામાં જાજરૂ હોય અને તોડી કે બદલી ન શકાય તો ઢાંકણાથી બંધ થાય તેવું ઈંગ્લીશ જાજરૂ બનાવી શકાય છે.

રસોડું

અગ્નિ ખૂણામાં રસોડું રાખવું. કિચનના પ્લેટફોર્મ ઈશાન ખૂણાનો થોડો ભાગ છોડી (પાણીયારા વેન્ટીલેશન માટે) અગ્નિખૂણામાં ગેસનું સિલિન્ડર, હોટપ્લટ ગેસનો ચુલો રાખવો. દક્ષિણ તરફ એલ આકારનું બનાવવું. ત્યાં રસોઈ ઘરની સામગ્રી મિક્ષર, માઈક્રોવેવ ઓવન વગેરે રાખી શકાય. રસોઈ કરતી વખતે ગૃહણીનું મોઢું પૂર્વ દિશામાં રહે તો શ્રેષ્ઠ. નૈઋત્ય કે પશ્ચિમ વાયવ્યમાં પ્લેટફોર્મ-સ્ટેડનીંગ રસોડું અશુભ ફળ આપે છે. આરોગ્યને હાનિકર્તા નીવડે છે. અગ્નિ ખૂણામાં અન્ય રૂમોમાં ટેબલફેન ઈલેકટ્રિક મીટર, કોમ્પ્યુટર ફેકસ, ટીવી ફ્રીજ વોશિંગ મશીન એરકન્ડીશનર રાખી શકાય.

ફર્નિચર

સ્ટીલના કબાટ, સોફાસેટ, સીંગલ ડબલબેડ શેટ્ટીઓ, વજનદાર ઈન્ડોર પ્લાન્ટ, ફર્નિચર, પશ્ચિમ નૈઋત્ય અને દક્ષિણ દિશામાં પૃથ્વી વાસ્તુમાં રાખવા. બ્લોકની વચ્ચે બ્રહ્મસ્થાનમાં રાખવા નહિ. હળવું ફર્નિચર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું. માળિયું પશ્ચિમ દક્ષિણ દિશામાં રાખી વજન વધારવું.

પૂર્વ ઉત્તર ઈશાનમાં માળિયું બનાવી વજન વધારશો નહિ.

ચિત્રો- ફોટાઓ

સંત સાધુઓ, દેવ દેવીઓના, કુળદેવી, દેવતાઓના ચિત્રો ફોટા પૂર્વ દિશાની દિવાલ પર રાખવા. અવસાન પામેલ મૃતકના સંબંધીઓના પૂર્વજોના ફોટા દક્ષિણ દિશાની દિવાલ પર રાખવા. આવા ફોટા પૂજાઘર-પૂજારૂમમાં રાખવા નહિ. હિંસક લડાઈના ભયાનક ભય ઉત્પન્ન કરે તેવા ચિત્રો ઘરમાં ક્યાંય રાખવા નહિ. લેન્ડસ્કેપ કુદરતી દૃશ્યો, પાણીનો ધોધ,વહાણ, ઉગતો સૂર્ય, ફેમીલી ફોટો, પતિ-પત્નીનો ફોટો, મહાન વ્યક્તિઓના ચિત્રો યોગ્ય જગ્યાએ રાખવા.

છોડ-ઔષધીય પ્લાન્ટ્સ-વૃક્ષો

નાના ફૂલછોડ રામશ્યામ તુલસી, ગુલાબ, ચમેલી, કેતકી, માલતી, જાસુદ, નાગકેસર, ચંદન, અશોક, બીલી, દાડમ શુભ આપે છે. પૂર્વ ઉત્તર બાજુ બ્લોકમાં નાના છોડ રાખવા. તુલસીનું કુંડુ ઈશાન ખૂણામાં રાખવું. પૂર્વમાં કેળ, દક્ષિણમાં ગુલમહોર, પશ્ચિમમાં પીપળો, ઉત્તર દિશામાં અશોકવૃક્ષ શુભ ગણાય છે. પાન તોડવાથી દૂધ જેવું ચીકણું પ્રવાહી (લેટેક્ષ) નીકળે તો તેવી વનસ્પતિ આકડા, થોર, થડ વગેરે. ઘરની નજીક રાખવા નહિ. જે માતૃત્વની પ્રશ્ર સર્જે છે.

માસ્ટર બેડરૂમ

દક્ષિણ દિશામાં નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ પલંગ રાખવો. સૂતી વખતે મસ્તક દક્ષિણ દિશામાં રહે તેનું ધ્યાન રાખશો. ચંબુકીય ઊર્જા મસ્તકમાં પ્રવેશશે અને તમારા પગ જે ઉત્તર દિશામાં હશે, તેમાંથી વહન કરશે, જેથી માનસિક શાંતિ મળશે. પ્રેમાળ સંબંધો, બાળકો માટેનું શિક્ષણ કૌટુંબિક સુખ, સારી તંદુરસ્તી, જીવનમાં વિકાસ, પ્રગતિ ઈત્યાદિ માટે વાસ્તુશાસ્ત્ર અપનાવવામાં આવે છે. પલંગનો આકાર, ચોરસ-લંબચોરસ જ રાખશો. કબાટ શોકેસ, વોર્ડરોબ ઔપશ્ચિમ દક્ષિણ દિશામાં રાખશો. પીલર-બીમ નીચે પથારી રાખશો નહિ. શયનખંડની ગોઠવણી-સજાવટ પરથી પતિ-પત્નીનાં સંબંધો, સ્વભાવ, મનમેળ, રૂચિ-પસંદગી, જાતીય જીવન વિષે અણસાર મેળવી શકાય.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન