These Ways to Get More Instagram Followers
  • Home
  • Featured
  • શું તમે તમારા Instagram પર ફોલોઅર્સ વધારવા માંગો છો? તો આ પદ્ધતિ ચોક્કસ કામ આવશે

શું તમે તમારા Instagram પર ફોલોઅર્સ વધારવા માંગો છો? તો આ પદ્ધતિ ચોક્કસ કામ આવશે

 | 10:51 am IST

આપણે સૌ કોઈ કોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહીએ છીએ. whatsapp, facebook, Instagram, telegram આ તમામ પ્લેટફોર્મ પર આપણને કોઈને કોઈ રીતે મદદગાર થાય છે. આપણે આપણી ભાવનાઓને આ સોશિયલ મીડિયા પર શેર કરતા રહેતા હોઈએ છીએ.

હાલ Instagram ખાસ કરીને યુવાવર્ગમાટે ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયુ છે પણ કેટલાક લોકો આ પ્લેટફોર્મ પર કેવી રીતે કામ કરવું તેને લઈને મુઝવણ અનુભવતા હોય છે. આજે અમે તમારી આ મુંઝવણને દુર કરવા કેટલીક ખાસ રીત તમારા માટે લાવ્યા છીએ.

Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોલોઅર્સ વધારે હોય એ કોને ન ગમે. અનેક સિલેબ્રિટીઝ જેવી કે ફિલ્મી હસ્તીઓ કે પછી કોઈ જાણીતા નેતા તેના માટે પીઆર કંપનીઓ પણ હાયર કરે છે. આવા કિસ્સામાં જો તમે પણ તમારા ફોલોઅર્સની સંખ્યા વધારવા માંગો છો, તો જાણો આ ખુબજ સરળ રીત.

ક્વોલિટી કન્ટેન્ટનું હોવું જરૂરી

Instagram પર વધુ ફોલોઅર્સ બનાવવા માટે જે માહિતી છે તેની ક્વોલિટી સૌથી વધુ મહત્વની છે. તેના માટે બૂમરેંગ જેવા ફિલ્ટર્સ પણ તમે ઉપયોગ કરી શકો છો. આથી વધુ ઑડિઓન્સ એન્ગેજ થાય છે. સાથે સાથે તમે પોસ્ટ્સમાં એક નિરંતરતા જાળવી રાખશો. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પોસ્ટમાં કરવામાં આવેલી ક્વોલિટી હંમેશા સારી હોવી જોઇએ.

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ હોવાથી આના પર તમારે સતત છવાયેલુ રહેવુ પડે છે કે કેમકે વારંવાર ગેબ પડેતો તમારા ફોલોઅર્સની સંખ્યા ઘટી જાય છે.

હેશટેગ્સનો યોગ્ય ઉપયોગ

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે, હેશટેગ્સની વિશેષ કાળજી હોવી જોઈએ. આ તમારી પોસ્ટની વિઝિબિલિટી પર અસર કરે છે. આ પોસ્ટમાં હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ કે પોસ્ટમાં હંમેશા ટ્રેન્ડીંગ હેશટેગ્સનો ઉપયોગ કરવામાં આવે. આ સાથે બિનજરૂરી હેશટેગને ટાળવું જોઈએ.કેટલાક લોકો એક સાથે કારણ ન હોય તેવા હેશટેગ્સ પણ નાખતા હોય છે આનાથી તમારી પોસ્ટ પર ખરાબ અસર પડે છે.

પેઇઝ ઑપ્ટિમાઇઝેશન

જો તમે ઇન્સ્ટાગ્રામ પર બ્રાંડને પ્રમોટ કરવા માંગો છો અથવા જો તમને વધુ લોકો સુધી પહોંચવાની વધુ માહિતી જોઈએ છે તો તમારા ફોલોઅર્સ મહત્વપૂર્ણ છે. આ માટે તમે તમારા એકાઉન્ટને ઑપ્ટિમાઇઝ કરી શકો છો. આ હેઠળ બ્રાન્ડ ફોટો, તસવીરને બતાવવું જરૂરી છે. આ સાથે બાયોમાં તમે કોઇ વેબસાઇટ સાથે જોડાયેલ બ્લૉગ અથવા વેબસાઇટ પેઇઝની લિંક આપી શકો છો.
ઇન્સ્ટાગ્રામ પર લિંક્સને શેર કરો

તમે તમારા પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર તમારા ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ પર બેકલિંક પણ કરી શકો છો. આનાથી તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો. આ રીતે, તમે તમારા ફોલોઅર્સને અન્ય પ્લેટફોર્મ્સને અનુસરવા માટે આમંત્રિત કરો છો.

પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં રહો

તમારા કામના લોકો સાથે સંપર્કમાં રહો અને ચોક્કસ વિશિષ્ટ પ્રભાવ ધરાવતા લોકો સાથે વાર્તાલાપ જાળવો. તેમની પોસ્ટ્સને લાઇક કરો અને તેમના પર ટિપ્પણી કરો. આનો અર્થ એ કે તમે તેમની નજરમાં રહેશો. તમે તમારી બ્રાન્ડ્સને પ્રમોટ કરી શકો છો, અને જો આમ થાય તો તમારી પોસ્ટ-પહોંચ ખૂબ ઊંચી હોઈ શકે છે. આવી રીતે ફોલોઅર્સ વધવાની શક્યતા પણ છે.