How To Grow Dragon Fruit
  • Home
  • Agro Sandesh
  • દુકાળમાં પણ ટકી જતો ખાતરીદાયક પાક એટલે ડ્રેગન ફ્રૂટ, કરો આ રીતે વાવણી થશે ફાયદો

દુકાળમાં પણ ટકી જતો ખાતરીદાયક પાક એટલે ડ્રેગન ફ્રૂટ, કરો આ રીતે વાવણી થશે ફાયદો

 | 3:00 pm IST

ઓછાપાણી વાળા વિસ્તારોમાં પણ ખેડૂતો કેટલાક બાગાયતી પાકોની ખેતી કરીને ઘણી સારી કમાણી કરી શકે છે

બાગાયતી પાકોનો ભારતના અર્થતંત્રમાં ૨૭% જેટલો ફાળો ધરાવે છે. ઘણા શહેરી ગ્રાહકો કે જેઓ ડાયાબિટીસ, કાર્ડિયો-વેસ્ક્યુલર અને અન્ય તાણ સંબંધિત બીમારીઓથી પીડાય છે. જે લોકો કુદરતી ઉપચારને પ્રાથમિકતા આપે છે તેમના માટે આ ફળ ખૂબજ ફાયદાકારક છે. છેલ્લા બે ત્રણ દાયકાથી વાતાવરણમાં નોંધપાત્ર બદલાવો થયા છે. જેને કારણે વરસાદની અનિયમમિતતા અને પાક નિષ્ફળ જવાની શકયતા પણ વધી જાય છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઇને ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરવા તરફ વળ્યા છે. કારણ કે તે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ કે ખરાબ જ્મીનમાં પણ થઇ શકે છે. ડ્રેગન ફ્રુટ એ સારૂં આરોગ્ય આપનાર ષધિય ગુણ ધરાવે છે. આ ઉપરાંત તેના છોડ અને ફળ પણ દેખાવમાં આકર્ષક હોય છે. પરંતુ ડ્રેગન ફ્રુટનું વાવેતર કરવા માટે ગુજરાતના ખેડૂતોને હજુ વધુ જાગૃત થવાની જરૂર છે.

ડ્રેગન ફ્રુટના પ્રકારો

વાનસ્પતિક રીતે ડ્રેગન ફ્રુટન ત્રણ પ્રકાર છે (૧) લાલ છાલ સફેદ પલ્પ (૨) લાલ છાલ લાલ પલ્પ અને (૩) પીળી છાલ સફેદ પલ્પ.

ડ્રેગન ફ્રુટનું મહત્વ

ડ્રેગન ફ્રુટમાં ૭૦ થી ૮૦ % જેટલો પલ્પ હોય છે જે ફકત તે જ ખાધ ભાગ છે. ઘણા બધા ચિકિત્સકોનું કહેવુ છે કે તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરના ઝેરી દ્રવ્યો ઓછા કરે છે તેમજ કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. તે વિટામીન સી, એન્ટિઓકિસડન્ટ, ફાઇબર, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. ડ્રેગન ફ્રુટમાંથી દ્યોગિક ઉત્પાદનો જેવા કે રસ, જામ, સીરપ, આઇસ્ક્રીમ, દહી, જેલી, ક્ન્ડી અને પેસ્ટ્રીઝની બનાવટો બનાવી શકાય છે. લાલ અને ગુલાબી ડ્રેગન ફ્રુટનો ઉપયોગ કુદરતી રંગો બનાવવામાં પણ કરવામા આવે છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રુટનો ઉપયોગ સલાડ અને તેની કળીઓનો ઉપયોગ સૂપ બનાવવામાાં થાય છે.

ડ્રેગન ફ્રુટને અનુકુળ વાતાવરણ

ઉષ્ણ કટીબંધ આબોહવા અને મહતમ ૨૦૦ સે. થી ૩૦૦ સે. તાપમાન ડ્રેગન ફ્રુટ માટે અનુકૂળ છે. ડ્રેગન ફ્રુટના છોડની તંદુરસ્તી, વિકાસ અને વૃધ્ધિ માટે ૫૦૦ થી ૧૦૦૦ મીમી. સરેરાશ વરસાદ અનુકૂળ રહે છે. જો કે સૂકા પ્રદેશમાં સિચાઇની સુવિધા હોય તો તેમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી શકાય છે. વરસાદમાં વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની સુવિધા ન હોય તો થડ અને ફળમાં સડો થવાની શકયતા રહે છે.

ડ્રેગન ફ્રુટની રોપણી અને છોડ પસંદગી પદ્ધતિ

ગરમ અને ભેજવાળુ વાતાવરણ ડ્રેગન ફ્રુટના છોડને માફક હોવાથી તેની રોપણી જૂનથી લઇને ઓગસ્ટ સુધી કરી શકાય છે. ડ્રેગન ફ્રુટની રાપણી કટકા વડે કરવામા અવે છે. છોડના સારા વિકાસ માટે ૧૫ સે.મી. થી ૩૦ સે.મીના કટકાનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. મૂળના સડામાં રોગને રોકવા માટે, કટકાને ફુગનાશકની માવજત આપી ઠંડી સૂકી જગ્યાએ રાખી ૫ થી ૭ દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી જોઈએ. ૩૦ થી ૪૦ દિવસમાં મૂળના ઉદભવ પછી તેને મુખ્ય ખેતરમાં બે હાર વચ્ચે ૪ મીટર અને બે છોડ વચ્ચે ૩ મીટરના અંતરે રોપણી કરવી જોઇએ. ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીનમાં બે હાર વચ્ચે ૩ મીટર બે છોડ વચ્ચે ૩ મીટરના અંતરે રોપણી કરવી જોઇએ.

ડ્રેગન ફ્રુટની પોષણ વ્યવસ્થા

રોપણી દરમ્યાન ૧૦ થી ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૧૦૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ પ્રત્યેક છોડ દીઠ આપવુ. પ્રથમ બે વર્ષોમાં પ્રતિ છોડ દીઠ ૩૦૦ ગ્રામ નાઇટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ પોટેશિયમ આપવુ. પ્રત્યેક પરિપકવ છોડને દર વર્ષે ૫૪૦ ગ્રામ નાઇટ્રોજન, ૭૨૦ ગ્રામ ફોસ્ફરસ અને ૩૦૦ ગ્રામ પોટેશિયમ આપવુ. પાષકતત્વોની આ માત્રાને ર્વાિષક રૂપે ચાર ડોઝમાં આપવી જોઇએ.

ડ્રેગન ફ્રુટમાં પીયત વ્યવસ્થા

આ પાકને પાણીની ખાસ જરૂરીયાત રહેતી નથી. છોડના લાંબા આય્રુષ્ય માટે પિયતનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે ફુલ આવવાના સમય પહેલા જમીન સુકી રાખવામા આવે છે. જેને કારણે છોડ પર વધારે ફુલો ખીલે છે. જમીનમાં ભેજને જાળવી રાખવા માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે.

ડ્રેગન ફ્રુટની જાળવણી અને કાપણી

રોપણીના ૬થી ૯ મહિના બાદ ફળ આવવાનું ચાલુ થાય છે. અપરીપકવ ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે. જે પાકવાના સમયે ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થવા લાગે છે. ફળોને સૂર્યના તીવ્ર કિરણો અને પક્ષીઓથી રક્ષણ આપવા માટે હવાદાર પેપર બેગનો ઉપયોગ કરવો. પાકની કાપણી માર્કેટની માંગ અનુસાર કરવી ઇચ્છનીય છે. જો માલ સ્થાનિક માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળની છાલ લાલ અથવા ગુલાબી રંગની થયા પછી ૩ થી ૪ દિવસે કરવી પણ જો માલ દૂરના માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળનો રંગ બદલાયાના ૧ દિવસ પછી કરવી.

ઉત્પાદન

ડ્રેગન ફ્રુટમાં રોપણીના પ્રથમ વર્ષથી જ ફળ આવવાનું ચાલુ થઇ જાય છે. પરંતુ જો સરખી માવજત કરવામાં આવે તો રોપણીના ત્રીજા વર્ષથી સરેરાશ ૧૦ થી ૧૨ ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે.

ડ્રેગન ફ્રુટનો સંગ્રહ

ડ્રેગન ફ્રુટને ઓરડાના તાપમાને એટલે કે ૨૫૦ સે. થી ૨૭૦ સે.માં આ ફળને ૫ થી ૭ દિવસ, ૧૮૦ સે. જેટલા ઠંડા તાપમાનમાં ૧૦ થી ૧૨ દિવસ અને ૮૦ સે. તાપમાને ૨૦ થા ૨૨ દિવસ સુધી સંગ્રહ કરીને રાખી શકાય છે.

ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન, નફો અને ખર્ચ

ડ્રેગન ફ્રુટની ખેતી લાભદાયી વ્યવસાયના રૂપમાં ૬ થી ૭ લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચ પ્રતિ હેકટરે ચાલુ કરી શકાય છે. આ પાકને ખાસ કોઇ પાક વ્યવસ્થાપનની જરૂરિયાત રહેતી નથી. ફળ ઉત્પાદનના સમયે આજુબાજુના શહેરોમાં ૧૨૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના દરે વેચીને સારી આવક મેળવી શકાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન