how to leave child's thumb sucking habit
  • Home
  • Featured
  • આ tipsથી છોડાવો તમારા બાળકની અંગૂઠા ચૂસવાની આદત

આ tipsથી છોડાવો તમારા બાળકની અંગૂઠા ચૂસવાની આદત

 | 3:43 pm IST

એકવાર પડી ગયેલા બાળકોની અંગૂઠા ચૂસવાની આદત અચાનક છોડાવવી બહુ જ મુશ્કેલ હોય છે. બાળકને જ્યારે એકવાર આ આદત પડી જાય, અને તેને આવું કરતા રોકવામાં આવે તો તે આખા ઘરમાં ઉથલપાથલ મચાવી દે છે. પરંતુ બાળકની આ આદતથી નખમાં છુપાયેલી ગંદકી પેટમાં જઈ શકે છે અને બાળક બીમાર પણ પડી શકે છે. ત્યારે બાળકની આ આદત છોડાવવી હોય તો નીચે આપેલી ટિપ્સ તમારા કામમાં આવશે.

  • બાળકને ક્યારેય ગુસ્સો કે કડવાશ ન બતાવો, આવું કરવાથી તે આ આદતને જલ્દીથી જ અપનાવી લેશે.
  •  માર્કેટમાં નખને બચાવવા માટે અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમ કે, મોઢામાં નિપ્પલ કે શુગર કેન્ડી નાખી દો. તેનાથી બાળક મોઢામાં હાથ નહિ નાખે.
  •  બાળકનું ધ્યાન અંગૂઠા પરથી હટાવીને રમકડા કે પઝલ સોલ્વ કરવામાં આકર્ષિત કરો.
  •  બાળક જ્યારે તણાવમાં હોય ત્યારે તે અંગૂઠો ચૂસે છે. તેથી બાળકની વાતને ઈગ્નોર ન કરો, અને શાંતિથી સાંભળો.
  •  લીમડો કે સરસવના તેલ તેના અંગૂઠા પર લગાવી દો. તેનાથી તેને પોતાનો અંગૂઠો કડવો લાગશે, અને તે જાતે જ ચૂસવાનું બંધ કરી દેશે. થોડા જ દિવસોમાં ફરક દેખાશે.

  •  જ્યારે પણ બાળક એકલું પડે, તો તેને કંઈક કામ કરવા આપી દો. બાળક એ કામમાં સફળ થાય તો તેને શાબાશી આપો. જેથી તે અંગૂઠો ચૂસવાનું ભૂલી જશે.
  •  આવી આદતવાળા બાળકને તેનું મનગમતુ કામ કરવા દો. જેથી તે આદત જલ્દીથી ભૂલી જાય.
  •  બાળકના અઁગૂઠાને બેન્ડ-એડ, ટેપ અથળા આંગળીવાળા પપેટ સાથે બાંધીને રાખો, તો બાળકને અંગૂઠો ચૂસવામાં બહુ મજા નહિ આવે. ઊંઘતા સમયે પણ બાળકને આ આદત છે, તો તેને હાથમાં મોજા પહેરાવી દો.
  •  અંગૂઠા પર લીંબુનો રસ લગાવી દો, કારણ કે બાળકોને તે ગમતું નથી. આવી રીતે પણ આ આદત છોડાવી શકો છો.
  •  બાળકના અંગૂઠા પર ફેમાઈટ (એક ગંદી વાસવાળો પાવડર)નો લેપ લગાવી દો. કાળા મીઠાને પીસીને તેનો લેપ બનાવવામાં આવે છે.
  •  માર્કેટમાં મધથી ભરેલા નિપ્પલ મળે છે, જેથી બાળકની આ આદત છોડાવી શકાય. પરંતુ હદથી વધુ તેનો ઉપયોગ ન કરો.