How to loss weight eating only Capsicum follow home remedy
  • Home
  • Featured
  • વજન ઓછું કરવા માટે માત્ર ખાઓ આ 1 શાક અને જાણો તેના ફાયદા

વજન ઓછું કરવા માટે માત્ર ખાઓ આ 1 શાક અને જાણો તેના ફાયદા

 | 2:39 pm IST

શિયાળાની ઋતુમાં કેપ્સિકમ મરચાનું શાક ખાવાની મજા જ કંઇક અલગ છે. તેમા વિટામીન એ, વિટામીન સી અને બીટા કેરોટીન પૂરતા પ્રમાણમાં રહેલા છે. કેપ્સિકમ મરચાને અનકે રીતે શાકભાજીમાં ઉપયોગમાં લઇ શકાય છે. તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે જેથી તેના સેવનથી વજન વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તો આવો જોઇએ તેના કેટલાક ફાયદા..

વજન થશે ઓછું

કેટલાક લોકો વધતા વજનથી પરેશાન હોય છે અને વજન ઓછું કરવા માંગે છે. કેપ્સિકમનો ઉપયોગ કરવો ખૂબ અસરકારક સાબિત થઇ શકે છે. તેમા ખૂબ ઓછી કેલરી હોય છે એવામાં તે સહેલાઇથી પચી પણ જાય છે. તેને ખાવાથી શરીરનું મેટાબોલિજ્મ સારું થાય છે.

પોષક તત્વોથી ભરપૂર

કેમપ્સિકમમાં કેટલાક એવા પોષક તત્વ રહેલા છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. તેમા વિટામીન એ, વિટામીન સી, ફ્લેવાનાઇડ્સ, અલ્કાલોઇડ્સ, ટેનિન અને અલ્કાલોઇડ્સ પૂરતા પ્રમાણમાં હોય છે જે એન્ટી-ઇફલેમેટરી, એનલજેસ્ટિક અને એન્ટી-ઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે.

આયરનને શોષવામાં કરે છે મદદ

શરીરમાં આયરનને શોષવા માટે વિટામીન સીની જરૂરિયાત હોય છે. કારણકે તેમા આયરન પૂરતા પ્રમાણમાં રહેલું છે એવામાં તેના સેવનથી શરીરને યોગ્ય રીતે આયરનનો ઉપયોગ કરી શકો છો અને તમને ક્યારેય લોહીની ઉણપ કે એનીમિયાની સમસ્યા પણ થશે નહીં.

આ પણ જુઓ : 

નિત્યાનંદ આશ્રમને લઇને યુવતીના પિતા જર્નાદનની પ્રેસ T

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન