How to maintain of fertilizer in Guava?
  • Home
  • Agro Sandesh
  • જામફળમાં ખાતરનું પ્રમાણ કેવું જાળવવું? ખેડૂત મિત્રો આ અંગે જાણો વિગતે

જામફળમાં ખાતરનું પ્રમાણ કેવું જાળવવું? ખેડૂત મિત્રો આ અંગે જાણો વિગતે

 | 12:00 pm IST

જામફળના પાકને ઝાડની ઉંમર મુજબ સમયસર અને પ્રમાણસર ખાતર આપવું જોઈએ. જામફળમાં જૂન, જુલાઈમાં નવી ફૂટો આવતી હોય છે. જામફળના થડની આસપાસ ગોડ કરીને પુખ્ત ઝાડને૫૦૦ ગ્રામ નાઇટ્રોજન, ૨૫૦ ગ્રામ ફેસ્ફ્રસ અને ૨૫૦ ગ્રામ પોટાશ તત્ત્વોની જરૃરિયાત રહે છે. આ ઉપરાંત વર્ષે છાણિયું ખાતર આપવું. આ ખાતરોમાંથી નાઇટ્રોજનનો અડધો જથ્થો તથા ફેસ્ફ્રસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો જૂનમાં આપવો અને બાકીનો નાઇટ્રોજનનો અડધો જથ્થો સપ્ટેમ્બર માસમાં આપવો.

ઉપરોકત તત્ત્વો મેળવવા માટે રાસાયણિક તથા સેન્દ્રિય એમ બંને પ્રકારનાં ખાતરો આપવાં. જામફ્ળના પાકમાં જસત તથા લોહતત્ત્વની ખામી ખાસ જોવા મળે છે. લોહતત્ત્વની ખામીના કારણે પાનની નશો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે. પાન લાલ થઇ જાય છે.

જસતની ખામી નિવારવા છોડ દીઠ ૨૫૦ ગ્રામ બજારમાં મળતું ઝિંક સલ્ફેટ અન્ય ખાતરો સાથે આપવાનું અથવા જૂન-જુલાઈમાં નવી ફુટ આવે ત્યારે ૧૦૦ લિટર પાણીમાં ૧ ગ્રામ ઝીંક સલ્ફેટનું દ્રાવણ બનાવીને છંટકાવ કરવો જ્યારે લોહતત્ત્વની ખામી નિવારવા ૧૦૦ લિટર પાણીમાં ૫૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

  • ગુલાબસિંહ બારિયા, શેહરા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન