કેવી રીતે બને છે મેઘધનુષ?  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kids Corner
  • કેવી રીતે બને છે મેઘધનુષ? 

કેવી રીતે બને છે મેઘધનુષ? 

 | 2:02 am IST
  • Share

મિત્રો, તમે સરસ મજાનું મેઘધનુષ તો જોયું જ હશે તેને ઈન્દ્રધનુષ પણ કહે છે. તેમાં સાત રંગ હોય છે. તે મોટાભાગે વરસાદની ઋતુમાં જોવા મળે છે. મેઘધનુષમાં જોવા મળતા સાત રંગોમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. મેઘધનુષનું મનમોહક દૃશ્ય આંખને ગમી જાય તેવું હોય છે. આ મેઘધનુષને ઈન્દ્રનું ધનુષ્ય પણ કહે છે. તેનું કારણ એ છે કે ઈન્દ્રને વરસાદના દેવતા કહે છે. મેઘધનુષમાં સૂર્યપ્રકાશના રંગો હોય છે. સૂર્યનો પ્રકાશ દેખાવે તો સફેદ હોય છે પણ તેમાં સાત રંગોનો સમાવેશ થયેલો હોય છે. વરસાદનાં ટીપાં સૂર્યના પ્રકાશને તેના ઘટક રંગોની લંબાઈ પ્રમાણે વળાંક આપીને છૂટાં પાડે છે અને તેના કારણે મેઘધનુષનું સર્જન થાય છે. આપણને સાત રંગનો પટ્ટો દેખાય છે. તેને ધનુષ્ય એટલા માટે કહે છે કે તે ગોળાકાર વળાંકમાં દેખાય છે. એનું કારણ એ છે કે પૃથ્વી ગોળાકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન