How To make Amla Sweet murabba Recipe
  • Home
  • Featured
  • આમળાનો મુરબ્બો મિનિટોમાં બનાવવા નોંધી લો તેની રીત

આમળાનો મુરબ્બો મિનિટોમાં બનાવવા નોંધી લો તેની રીત

 | 9:55 am IST

તમે ઘણી વાર લોકોને કહેતા સાંભળતા હશો કે, આંબળા ખાવા એ સ્વાસ્થ માટે લાભદાયી છે. શું તમને ખબર છે કે આંબળા એ ફક્ત સુંદરતા નથી વધારતા. આંબળા તમારી સુંદરતાની સાથે સાથે સ્વાસ્થ પણ સારુ રાખે છે. તે સિવાય આંબળાથી ચશ્માના નંબર પણ દૂર થાય છે. તો આજે અમે તમારા માટે આંબળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ઘરે પણ બનાવી શકાય છે. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવી શકાય આમળાનો મુરબ્બો..

સામગ્રી

500 ગ્રામ – આંબળાં
350 ગ્રામ – ખાંડ
3-4 નંગ – લીલી ઈલાયચી
એક ચમચી – ફટકડી

બનાવવાની રીત

સૌપ્રથમ આમળાને ધોઇને બરાબર લૂછી લો. ત્યારબાદ આંબળાંમાં ફોકથી કાણાં પાડી દો, જેથી અંદર સુધી ચાસણી જઈ શકે. ત્યાર પછી ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો. પાણીમાં ઊભરો આવી જાય એટલે અંદર આંબળાં નાખો અને ગેસ બંધ કરી દો. અંદર ફટકડી નાખી ઢાંકીને એક કલાક માટે રાખી મૂકો..હવે એક કલાક બાદ હાથથી નીચોવી-નીચોવીને આમળામાંથી પોણી કાઢીને જાળી પર મૂકી દો. ત્યારબાદ ત્રણ-ચાર કલાક માટે તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક તપેલીમાં ખાંડ લો. ખાંડના જેટલું જ પાણી ઉમેરી ગેસ ચાલુ કરો. મિડિયમ આંચ પર ખાંડ અધકચરી પીગળી જાય એટલે અંદર આંબળાં અને ઈલાયચીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને ધીમી આંચ પર એકથી સવા કલાક માટે ચઢવા દો.

હવે 15-20 મિનિટ બાદ એકવાર હલાવી લેવું. આંબળાંનો કલર બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આ રીતે ચઢવવું. એક કલાક બાદ ચમચી નાખી ચેક કરી લેવું કે આમળાએકદમ સોફ્ટ થઈ ગયાં છે અને ચાસણી અંદર સુધી ગઈ છે કે નહીં. ત્યારબાદ ગેસની આંચ બંધ કરી ઢાંકીને 6-8 કલાક માટે રાખી મૂકો. તૈયાર છે આમળાનો મુરબ્બો..