how to make Banana yellow wafer at home, know recipe
  • Home
  • Featured
  • બજાર કરતા પણ સસ્તા ભાવે ઘરે બનાવો કેળાની પીળી વેફર

બજાર કરતા પણ સસ્તા ભાવે ઘરે બનાવો કેળાની પીળી વેફર

 | 12:28 pm IST

માર્કેટમાં બટાકા અને કેળા સાવ સસ્તા મળતા હોવા છતાં તેની વેફર્સના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક સમયે સાવ સસ્તામાં મળતી વેફર્સ હવે મોંઘી લાગવા લાગી છે. ત્યારે જો તમને બહાર જેવા અસલ સ્વાદમાં કેળાની વેફર બનાવવી હોય તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ગણતરીની મિનીટોમાં તમારી વેફર બનીને તૈયાર થઈ જશે, એ પણ સસ્તામાં. કાચા કેળા એટલા મોંઘા નથી આવતા. કિલો કેળામાં તો આખુ ઘર કેળાની વેફર ખાઈ શકશે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો હવે બહારથી વેફર લાઈને ખાવાનું ટાળજો.

બનાવવા માટેની સામગ્રી
10 નંગ કાચા કેળા, તળવા માટે તેલ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, મરી પાવડર

બનાવવા માટેની સામગ્રી

  •  સૌથી પહેલા કાચા કેળાની છાલ કાઢી દો. લીલો ભાગ બરાબર નીકળી જાય તે રીતે કાઢો.
  •  હવે બરફના પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરીને તેમાં છાલ કાઢેલા કેળા 10-12 મિનીટ પલાળીને રાખો.
  •  હવે કેળાને બહાર કાઢીને તેના ચિપ્સ કાઢી લો. હવે કેળાની ચિપ્સ કાપી લો. કાપેલી ચિપ્સને એક સાફ કપડામાં 10 મિનીટ સુધી ફેલાવીને રાખો. જેથી તેમા રહેલું પાણી સૂકાઈ જાય.
  •  બસ, હવે કઢાઈમાં તેલ લઈને ચિપ્સ હળવા પીળા રંગની થાય ત્યાં સુધી તળી લો.
  •  ચિપ્સ કઢાઈમાંથી ઉતારો એટલે તેમાં તરત મરીનો પાવડર ભભરાવો. તમે માર્કેટમાં મળતી લાલ વેફરની જેમ ચિપ્સ પર લાલ મરચાનો પાવડર પણ ભભરાવી શકો છો.