how to make beet root soup for immunity corona infection covid19
  • Home
  • Corona live
  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ આ સૂપ, કોરોના નજીક પણ નહીં આવે

રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ આ સૂપ, કોરોના નજીક પણ નહીં આવે

 | 11:58 am IST

કોરોના વાયરસથી લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ વાયરસ તે લોકો પર જલદી હુમલો કરે છે જેના શરીરનું પ્રતિરક્ષા તંત્ર કમજોર હોય છે. કંઇક ખાસ ફૂડનો ઉપયોગ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. બીટ એક એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે.લોકો તેનો સૂપ પણ પીએ છે. તે શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બીટનો સૂપ…

બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળને ધોઇને પાણીમાં 15-20 મિનિટ સુધી પલાળીને રાખો, બીટ અને ગાજરને ધોઇ છોલી લો અને બારીક સમારી લો. તે બાદ કોબીજને સમારી લો. હવે બીટ, ગાજર, કોબીજ અને લીલા મપચાને પ્રેસર કૂકરમાં રાખીને એક ગ્લાસ પાણીમાં બાફી લો.તે બાદ તે ઠંડુ થાય એટલે તેમા થોડૂંક પાણી ઉમેરીને ઉકાળી લો. તેમા ઉભરો આવે પછીલ તેમા મીઠું અને કાળામરીનો પાવડર મિક્સ કરી લો. કોથમીરથી ગાર્નિશ કરી લો અને ગરમા ગરમ પીઓ. જેનાથી તમને તાકાત મળશે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે.

આ પણ જુઓ : વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન