શું તમારે પણ ક્રિસ્પી શક્કરપારા નથી બની રહ્યા તો ફોલો કરો આ કિચન ટિપ્સ

ચા-કોફીની સાથે શક્કરપારા ખાવા દરેક લોકોને પસંદ હોય છે. તે ક્રિસ્પી હોવાના કારણે લોકોને ખૂબ પસંદ હોય છે. આજે અમે તમારા માટે શક્કરપારા કેવી રીતે ક્રિસ્પી બનાવવા તેની ટિપ્સ લઇને આવ્યા છીએ ખાસ કરીને શક્કરપારા લોકોને બહાર જેવા ક્રિસ્પી બનતા નથી તો આવો જોઇએ ટિપ્સ…
– શક્કરપારા બનાવવા માટે મેંદામાં મોણ (તેલ) જરૂર ઉમેરો, પરંતુ તેલનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારે ન ઉમેરો.
– મેંદામાં અજમો ઉમેરવાથી તેના સ્વાદમાં બમણો વધારો થાય છે.
– મેંદાને ગૂંથવા માટે તેમા નવશેકુ પાણી ઉમેરો.
– મેંદામાં સોજી ઉમેરવાથી ક્રિસ્પી થાય છે.
– શક્કરપારાને ધીમી આંચમાં જ તળો. નહીં તો તે ઉપરથી બ્રાઉન થઇ જશે અને અંદરથી કાચા રહેશે.
– તમે ઇચ્છો તો ખાવાના સોડાનો ઉપયોગ કરી શકો છો.
– કસૂરી મેથી ઉમેરવાતી સ્વાદમાં વધારો થાય છે.
– લીલી કોથમીર અને લસણની ચટણી સાથે તેનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગે છે.
આ પણ જુઓ : રાત્રે તકિયાની નીચે લસણ રાખો, અને પછી જુઓ ચમત્કાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન