How To Make Dal Vada At Home : Dal Vada Recipe
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી દાળવડા

આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી દાળવડા

 | 10:51 am IST

વરસાદી માહોલ જામે એટલે ગરમાગરમ દાળવડા ખાવાનું માન થાય ખરું ને…તો ચાલો અમે તમારા માટે આજે દાળવડા બનાવાની રેસિપી લઇ આવ્યા છીએ.

સામગ્રી
ચણા દાળ : 1 (250ગ્રામ),
મગની દાળ : 1-5 કપ
ચોખા : 1 ચમચી
અડદ દાળ : 1/4 કપ
લીલા મરચા : 4 થી 5
લસણ : 8 થી 10
આદુ : 1/4 નાનો ટુકડો
પાણી : 2 કપ,
મીઠું : સ્વાદ મુજબ
તેલ : તળવા માટે

રીત
સૌપ્રથમ ચણા, મગ અને અડદની દાળ તેમજ ચોખાને એક વાસણમાં મિક્સ કરીને પાણીથી બરોબર ધોઈ નાંખો. પછી તેને 6 થી 7 કલાક પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં પીસી લો અને પીસતી વખતે એમાં લીલા મરચાં, લસણ અને આદુ નાંખી દો. વધારે તીખું પસંદ હોય તો વધારે મરચાં નાંખી શકો છો. પીસતી વખતે પાણી જરૂર પડે તો એડ કરવું અને દાળ થોડી અચકચરી રહી જાય તો પણ ચાલે.

પીસાય જાય એટલે દાળવડા ના ખીરાને 1 કલાક માટે મૂકી દો. પછી એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને એક વાર બરોબર મિક્સ કરી દો. પછી તળવા માટે ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. પછી દાળવડા તળી લો અને દાળવડા તળતી વખતે એને હલાવતા રહો જેથી બધી બાજુથી સરખી રીતે તળાય જાય. થોડા ક્રિસ્પી તળાય તો ખાવામાં સારા લાગે. તળાઇ જાય એટલે એને ડુંગળી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ દાળવડા.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન