How To Make fluffy and not sticky Rice, Follow Tips
  • Home
  • Featured
  • ભાત નથી બનતા છૂટા, તો આ છે તેને બનાવવાની સહેલી રીત

ભાત નથી બનતા છૂટા, તો આ છે તેને બનાવવાની સહેલી રીત

 | 1:54 pm IST

જીરા રાઇસનું નામ આવતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને ઘણી વખત તમે હોટલ જેવા રાઇસ બનાવવા માંગો છો પરંતુ તે છૂટા નથી બનતા અને તે ખાવાની મજા આવતી નથી. તો આજે અમે તમારા માટે કેટલાક એવી સહેલી ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે છૂટા રાઇસ બનાવી શકો છો.

સામગ્રી

250 ગ્રામ – બાસમતી રાઇસ
400 મિલી લીટર – પાણી
1/2 નંગ – લીંબુ
2 મોટી ચમચી – ઘી
1 મોટી – ગળણી (ચારણી)
1 મોટી – કઢાઇ
1 નાની ચમચી – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખાને ત્રણ વખત બરાબર ધોઇ લો. આમ કરવાથી તમે ચોખામાંથી વધારાનું સ્ટાર્ચ નીકાળી શકો છો. હવે ધોઇ લીધેલા ચોખામાં પાણી ઉમેરીને 30 મિનિટ રાખી મૂકો, તે બાદ એક મોટી કડાઇમાં 400 મિલી લીટર પાણી ઉમેરીને ધીમી આંચ પર રાખો. પાણી વધારે ઉમેરવાથી ચોખા બરાબર ઉકળી જશે. જ્યારે પાણીમાં હળવો ઉભરો આવે તો તેમા મીઠું ઉમેરીને ચોખા ઉમેરી લો અને ઢાંકીને રાખો. 10-12 મિનિટ બાદ તેમા લીંબુનો રસ ઉમેરીને 2-3 મિનિટ માટે ઉકાળો. તે બાદ આંગળીની મદદથી ચેક કરો કે રાઇસ ચઢી ગયા છે કે નહી, જો ચડી ગયા હોય તો ચોખાને મોટી ગળણીથી ગાળીને એક પ્લેટમાં ફેલાવીને રાખી લો. તમે ઇચ્છો તો સુતરાઉ કાપડમાં પણ રાઇસ ફેલાવી લો. હવે તમે તેમા ઘી ફેલાવી લો. ધ્યાન રહે કે હળવા હાથે રાઇસને હલાવવા જેથી તે તૂટી ન જાય. તૈયાર છે છૂટા રાઇસ.. જેને તમે મસાલા ઉમેરીને પુલાવ પણ બનાવી શકો છો. તેમજ તમે તેને કઢી, રાજમા કે દાળ સાથે સર્વ કરી શકો છો. તમે ઇચ્છો તો થોડુંક ઘી કે તેલ પાણીમાં ઉમેરી શકો છો.