Food How TO make Full fat Milk Halwa Recipe
  • Home
  • Featured
  • 20 મિનિટમાં ઘરે જ બની જશે દૂધનો આ ટેસ્ટી હલવો

20 મિનિટમાં ઘરે જ બની જશે દૂધનો આ ટેસ્ટી હલવો

 | 8:56 am IST

ખાસ કરીને ઘણા લોકો એવા હોય છે જે લોકોને હલવો ખાવો ખૂબ ગમે છે. પરંતુ તમે હલવો દુકાનમાંથી લાવો છે તે ઘણા દિવસથી પડેલો હોય છે. જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આજે અમે તમારા માટે હલવાની રેસીપી લઇને આવ્યા છીએ તે માત્ર 20 મિનિટમાં બની જશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હલવો..

સામગ્રી

2 કપ – ફૂલ ફેટ મિલ્ક
2 મોટી ચમચી – ખાંડ
1/2 ચમચી – દહીં
1 ચપટી – કેસર
1/2 ચમચી – ઇલાયચી પાવડર
2 મોટી ચમચી – ક્રીમ
1 ચમચી – બદામ
1 ચમચી – પિસ્તા
સજાવટ માટે
1 ચમચી – બદામની કતરણ
1 ચમચી – પિસ્તાની કતરણ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં દૂધ, ખાંડ અને દહીં ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરી લો હવે તેજ આંચ પર એક પેન ગરમ કરો તેમા તૈયાર મિશ્રણ ઉમેરી લો. તેને બરાબાર હલાવતા રહો . 10-12 મિનિટ સુધી તેને ગરમ થવા દો.ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો અને તે મિશ્રણને ઠંડુ થવા દો. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેને બ્લેન્ડરમાં ઉમેરીને ઠંડુ થવા રાખી દો. પેસ્ટને એક બાઉલમાં નીકાળીને તેમા કેસરનું પાણી, ઇલાયચી પાવડર, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ઠંડુ કરવા માટે ફ્રિઝમાં રાખી લો. થોડીક વાર પછી તેને સર્વ કરી શકો છો. તૈયાર છે હલવો. જેને તમે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન