ગુલાબી ઠંડીમાં બનાવો લીલા વટાણાની કઢી, તેને ભાત સાથે ખાવાથી લાગશે ટેસ્ટી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ગુલાબી ઠંડીમાં બનાવો લીલા વટાણાની કઢી, તેને ભાત સાથે ખાવાથી લાગશે ટેસ્ટી

ગુલાબી ઠંડીમાં બનાવો લીલા વટાણાની કઢી, તેને ભાત સાથે ખાવાથી લાગશે ટેસ્ટી

 | 6:19 pm IST

લીલા વટાણાની સીઝન શિયાળામાં આવે છે. મટર પુલાવ, મટર પનીરનું શાક તો તમે બનાવ્યું હશે તો હવે બનાવો લીલા વટાણાની કઢી, જે ખાવામાં પણ લાગશે એકદમ ટેસ્ટી.

સામગ્રી :

-એક કપ લીલા વટાણા

– એક કપ દહીં

– અડધી ચમચી ચણાનો લોટ

– અડધી ચમચી શેકેલું જીરું પાવડર

– અડધી ચમચી લાલ મરચું

– અડધી ચમચી હળદર

– એક ચમચી ટામેટાની પ્યૂરી

– બે ચમચી ડુંગળીની પેસ્ટ

– બે ચમચી ક્રીમ

– બે ચમચી તેલ

– અડધી ચમચી જીરું

– ચપટી હિંગ

– સ્વાદ અનુસાર મીઠું

– બનાવવાની રીત :

– સૌથી પહેલાં એક બાઉલમાં દહીં, ચણાનો લોટ, લાલ મરચું, હળદર અને ટામેટાની પ્યૂરી નાખીને તેને બરાબર રીતે મિક્સ કરો.

– ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકવું

– તેલ ગરમ થઈ જાય તેના પછી તેમાં જીરું નાખીને વગાર કરો.

– પછી તેમાં હિંગ અને ડુંગળીની પેસ્ટ નાખીને તેને ધીમા તાપે ચઢવા દો.

– ડુંગળીની પેસ્ટનો વગાર કર્યા પછી તેમાં દહીંનું મિશ્રણ, લીલા વટાણા અને મીઠું નાખીને તેને ચમચાથી હલાવો.

– લગભગ પાંચ મિનિટ સુધી તેને ચમચાથી હલાવો.

– પાંચ મિનિટ પછી ક્રીમ નાખીને તેને સારી રીતે મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ સુધી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે શિયાળામાં ગરમાગરમ
વટાણાનીની કઢી. જેને રોટલી કે ભાત ખાવાથી એકદમ લાગશે ટેસ્ટી.