How To Make Holi Special Home made Potato Chips
  • Home
  • Featured
  • હરતા-ફરતા ખાય શકશો, હોળી આવતા પહેલા જ બનાવો બટેટાની વેફર

હરતા-ફરતા ખાય શકશો, હોળી આવતા પહેલા જ બનાવો બટેટાની વેફર

 | 1:09 pm IST

હોળીના ખાસ દિવસે ઘરે અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે જે રીતે ઘૂઘરા, ચણાના લોટની સેવ, પાપડ સહિતની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. એવી જ રીતે હોળી માટે એક સ્પેશ્યિલ ડિશ છે બટેટાની ચિપ્સ. જે તમે હરતા ફરતા પણ ખાય શકો છો. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય બટેટાની વેફર…..


– સૌ પ્રથમ બટેટાના ગોળાકારમાં પાતળી સ્લાઇસમાં કટ કરી લો.
– હવે મીડિયમ આંચમાં એક પેનમાં પાણી ગરમ કરવા માટે રાખો.
– પાણીમાં એક ઉકળો આવે એટલે બટેટાની કટ કરેલી સ્લાઇસને પાણીમાં ઉમેરી લો.
– જ્યારે સ્લાઇસ હળવા સોફ્ટ થઇ જાય તો આંચ બંધ કરી લો.
– વધારે સોફ્ટ થવા પર સ્લાઇસ નીકાળતા સમયે તે તૂટી શકે છે.
– જેથી પાણીમાંથી ધીમે-ધીમે વેફર્સ નીકાળી લો.

– હવે તડકામાં એક સુતરાઉ કાપડમાં થોડીક-થોડીક સ્લાઇસ ફેલાવી દો.
– સાંજના સમયે તેને અંદર લઇ લો બીજા દિવસે ફરીથી તેને તડકામાં સૂકવી દો.
– 3-4 દિવસમાં બટેટાની સ્લાઇસ બરાબર કડક થઇ જશે.
– તૈયાર છે બટેટાની ઘરે બનાવેલી ચિપ્સ. જેને તમે ઇચ્છો ત્યારે તળીને તેની ઉપર મીઠું અને લાલ મરચું છાંટીને ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન