How To Make Instant South Indian Medu vada Recipe
  • Home
  • Featured
  • ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવો મિનિટોમાં, ઘરના લોકો કહેશે વાહ-વાહ

ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવો મિનિટોમાં, ઘરના લોકો કહેશે વાહ-વાહ

 | 5:13 pm IST

સાઉથ ઇન્ડિયન રેસીપીનું નામ આવતા દરેક લોકો વાહ વાહ કરવા લાગે છે તો આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયન રેસીપીમાંથી એક લઇને આવ્યા છીએ. જે છે મેંદુ વડા… જેને તમે મિનિટોમાં ઘરે બનાવી શકો છો અને મન ભરીને ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મેંદુવડા…

સામગ્રી

6 નંગ – બ્રેડ સ્લાઈસ
1 બઉલ – ચોખાનો લોટ
1/4 કપ – રવો
1 કપ – દહીં
1 ચમચી – જીરું પાવડર
સ્વાદાનુસાર – મીઠું
1 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
1 નંગ – ઝીણું સમારેલ લીલું મરચું
1 ચમચી -આદું લસણની પેસ્ટ
1 ચમચી – કોથમીર
તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બ્રેડનો ભૂક્કો કરી નાખો. હવે તેમાં રવો, ચોખાનો લોટ, જીરું પાવડર, મીઠું, આદું લસણની પેસ્ટ, ડુંગળી, લીલું મરચું, દહીં અને કોથમીર નાખી બધું સરખી રીતે મિક્સ કરી લો. મિશ્રણ જાડું રાખવાનું છે. હવે તેમાંથી નાનાં બોલ વાળી ટીક્કીની જેમ શેપ આપી આંગળી વડે વચ્ચે કાણું પાડો. પછી તેને તેલમાં તળી લો. તે આછા ગોલ્ડન બ્રાઉન તળી લો. હવે તેને એક પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે ઇન્સ્ટન્ટ મેંદું વડા. જીરું પાવડર ની જગ્યા એ આખું શેકેલૂ જીરું પણ નાખી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન