How To Make Jaypuri mirchi vada rajsthani Recipe
  • Home
  • Featured
  • બે હાથે ફટાફટ ખાય જશે, બનાવો જયપુરી મિર્ચી વડા

બે હાથે ફટાફટ ખાય જશે, બનાવો જયપુરી મિર્ચી વડા

 | 11:16 am IST

મિર્ચી વડા રાજસ્થાનની એક પ્રખ્યાત વાનગી છે. મરચામાં બટેટાનું સ્ટફિંગ ભરીને તેને તળવામાં આવે છે. લીલી કોથમીરની ચટણી કે સોસ સાથે ખાવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય જયપુરી મિર્ચી વડા…

સામગ્રી

4 નંગ – લાંબા મોટા મરચા
1 બાઉલ – ચણાનો લોટ
2 નંગ – બાફેલા બટેટા
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગરમ મસાલો
1/2 ચમચી – આમચૂર
સ્વાદાનુસાર – મીઠુ
તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બટેટાને મેશ કરી લો. હવે તેમા લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠુ અને આમચૂર મિક્સ કરી લો. હવે દરેક મરચાને વચ્ચેથી ચીરો લગાવી લો. ધ્યાન રહે કે તેને આખું કટ ન કરો. હવે મીડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યા સુધી મરચાના બીયા નીકાળી લો. અને તેમા બટેટાનું મિશ્રણ ભરી લો. બીજી બાજુ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠુ અને પાણી ઉમેરીને તેનુ મિશ્રણ બનાવી લો. હવે તેલ ગરમ થાય એટલે મરચાને ખીરામાં ડીપ કરીને તેલમાં તળી લો. આછા બ્રાઉન રંગના થાય એટલે નીકાવી લો, તૈયાર છે જયપુરી મિર્ચી વડા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન