How to make karela na muthiya, try this today
  • Home
  • Featured
  • નોંધી લો કારેલાના મુઠીયાની રેસિપી, જરા પણ કડવા નહિ લાગે

નોંધી લો કારેલાના મુઠીયાની રેસિપી, જરા પણ કડવા નહિ લાગે

 | 3:00 pm IST

મેથીના, દૂધીના મુઠીયા તો તમે વારંવાર બનાવતા હશો, પણ આજે કારેલાના મુઠીયા ટ્રાય કરો. આ મુઠીયા ટેસ્ટ કરવામાં તમને એકદમ અલગ લાગશે, પણ તેને ખાવાની મજા આવી જશે. મુઠીયાને બનાવતા પહેલા કારેલામાંથી કડવાશ કાઢી લેજો. મીઠું નાખીને કારેલામાઁથી કડવાશ દૂર કરવી.

2 કપ ઘઉંનો લોટ
1/2 કપ બારીક સમારેલા કારેલા (અંદરથી બીજ કાઢેલા)
1/4 કપ બારીક સમારેલી ડુંગળી
દોઢ ટેબલ સ્પૂન સમારેલું લસણ
1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
1 ટેબલ સ્પૂન સમારેલા લીલા મરચા
1 ટેબલ સ્પૂન કોથમીર
1/2 ટે સ્પૂન હળદર
1 ટે સ્પૂન દહીં
1/4 કપ ઘઉંનો લોટ
1/4 કપ જુવાનો લોટ
1/2 કપ ચણાનો લોટ
સ્વાદ અનુસાર મીઠું
1 ટેબલ સ્પૂન ઓઈલ
1/2 ટેબલ સ્પૂન જીરું
1/2 ટે સ્પૂન સફેદ તલ
1/4 ટે સ્પૂન હિંગ

બનાવવાની રીત

  •  એક બાઉલમાં બારીક સમારેલા કારેલા, ડુંગળી લસણ, આદુની પેસ્ટ, લીલા મરચા, કોથમીર, હળદર, મીઠું, દહી, ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું બધુ જ મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધલો.
  • આ લોટને થોડી વાર રાખો મૂકો. હવે લોટના ગોળ ગોળ લઈને રોલ કરી લો.
  • હવે સ્ટીમરનો વારો. સ્ટીમરના નીચેના ભાગમાં પાણી નાખવું, અને ઉપરના ભાગમાં રોલ મૂકી દેવા. સ્ટીમરને ઢાંકીને 15 મિનીટ સુધી રોલ કુક થવા દેવા.
  • હવે રોલને ઠંડા થવા દેવા. ત્યાર બાદ તેના મુઠીયાની જેમ નાના નાના પીસ કરી લેવા.
  • હવે એક નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખીને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું, સફેદ તલ, હિંગ અને મુઠીયા નાંખીને તેને બે-ત્રણ મિનીટ કુક થવા દો. બસ, તૈયાર છે તમારા કારેલાના મુઠીયા.