how to make lila lasan ni khati mithi chutney
  • Home
  • Featured
  • લીલા લસણની ખાટી-મીઠ્ઠી ચટણી ખાવાનું મન થયું છે, તો નોંધી લો રેસિપી

લીલા લસણની ખાટી-મીઠ્ઠી ચટણી ખાવાનું મન થયું છે, તો નોંધી લો રેસિપી

 | 2:49 pm IST

ભારતની કોઈ પણ થાળી કે કોઈ પણ નાસ્તો ચટણી વગર પૂરો થતો નથી. ભારતીય ભોજનમાં ચટણી તો અચૂક હોય જ છે. પણ, બધાના હાથની ચટણીઓ સારી હોતી નથી. તેમજ કઈ વસ્તુઓ નાખવાથી ચટણી વધુ સારી બને તે પણ અનેક લોકોને ખબર હોતી નથી. ત્યારે આવામાં જો તમને લસણની ચટણી ખાવાનુ મન થયું છે તો આજે જ બનાવો લીલા લસણની ખાટી-મીઠ્ઠી ચટણી.

ચટણી બનાવવાની સામગ્રી

  •  4 થી 5 કળી લીલુ લસણ
  •  2 લીલા મરચા
  •  1 નાનો આદુનો ટુકડો
  •  1 વાટકી ઝીણી સમારેલી કોથમીર
  •  સ્વાદ અનુસાર મીઠું
  •  1 ચમચી ખાંડ
  •  1 ચમચી લીંબુનો રસ
  •  2 થી3 ચમચી લાલ મરચું પાવડર
  •  1 ચમચી ધાણાજીરું પાવડર

ચટણીની સાચી મજા અને અદ્દલ ટેસ્ટ તો ત્યારે જ આવે છે, જ્યારે તે મિક્સરમાં નહિ, પણ ખાંડીને બનાવવામાં આવે. તેથી જ આ બધી સામગ્રી ખાંડણીમાં ક્રશ કરો. ધીમે ધીમે ખાંડણીમાં બધી વસ્તુઓ ઉમેરતા જાઓ, અને ખાંડતા જાઓ. છેલ્લે મીઠું એડ કરો. બસ, તૈયાર છે તમારી ચટણી.