How to make Malpua for Hariyali Tij Festival
  • Home
  • Featured
  • આવતીકાલે શનિ અમાસ, પીપળા પર ચઢાવવા બનાવો આ ખાસ માલપુઆ

આવતીકાલે શનિ અમાસ, પીપળા પર ચઢાવવા બનાવો આ ખાસ માલપુઆ

 | 4:43 pm IST

હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનીમાં અમાસની તિથિ હોય છે, જે બહુ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે અમાસ 11 ઓગસ્ટ આવતીકાલે આવે છે. શ્રાવણની આ શનિ અમાસના રોજ સ્નાન-દાન વગેરે કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. આ અમાસને હરિયાલી અમાસ પણ કહેવયા છે, કારણ કે તેના ત્રણ દિવસ બાદ હરિયાળી ત્રીજ આવે છે. આ દિવસે પીપળના વૃક્ષ પર માલપુડા ચઢાવીને પ્રાર્થના કરવામાં આવે છે. તે પણ પીપળાના વૃક્ષને માલપુઆનો ભોગ ચઢાવી શકો છો. આજે તમે સરળ અને આસાન રીતે માલપુઆ બનાવવાની રીત નોંધી લો.

માલપુઆ બનાવવા માટેની સામગ્રી

– એક કપ ઘઉંનો લોટ
– એક ચમચી પીસેલી વરિયાળી
– 3 થી 4 પીસેલી ઈલાયિચી
– એક મોટો ચમચો પીસેલું નારિયેળ
– અડધો કપ ખાંડ
– 3 મોટા ચમચા દૂધ

માલપુઆ બનાવવાની વિધિ

  •  માલપુઆ બનાવવા માટે સૌથી પહેલા દૂધમાં ખાંડ નાંખીને એક કલાક રાખી મૂકો.
  •  એક વાસણમાં ઘઉંનો લોટ, તેમાં વરિયાળી અને નારિયેળનું છીણ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  •  જ્યારે દૂધમાં ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં લોટનું મિશ્રણ નાંખીને બરાબર ફેંટી લો.
  •  લોટને ન તો વધુ ઘટ્ટ બનાવો, ન તો તેને પાતળું. જો પેસ્ટ વધુ જાડી હોય તો તેમાં થોડું પાણી નાખીને બરાબર ફેંટી લો.
  •  હવે એક કઢાઈમાં ઘી નાખીને તેને ગેસ પર પર પેસ્ટ નાખીને બરાબર પુઆ ફ્રાય કરી લો. પાલપુઆને બંને તરફ પલટાવીને લાલ થવા સુધી શેકી લો. આ રીતે બધા માલપુઆ બનાવી લો.