How to make marvadi style Gatte ka pulav at home
  • Home
  • Featured
  • આજે બનાવો મારવાડી સ્ટાઈલનો ગટ્ટાનો પુલાવ

આજે બનાવો મારવાડી સ્ટાઈલનો ગટ્ટાનો પુલાવ

 | 1:49 pm IST

રાજસ્થાની ફુડ પણ હવે ઘર ઘરમાં બનવા લાગ્યું. રાજસ્થાની કઢી, ખીચડી, ગટ્ટાનું શાક સહિત અનેક રેસિપીઓ હવે મહિલાઓના કિચનમાં બને છે. તેમાં પણ ગટ્ટાનું શાક તો બધાને પ્રિય હોય છે. પણ શું તમે ક્યારેય રાજસ્થાનનો ગટ્ટાનો પુલાવ ટ્રાય કર્યો છે ખરો. ગટ્ટાના શાકની જેમ જ પુલાવ પણ તમે હોંશે હોંશે ખાશો તેની ગેરેન્ટી.

ગટ્ટા બનાવવા માટે
100 ગ્રામ ચણાનો લોટ, 2-3 ટેબલ સ્પૂન દહી, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટી સ્પૂન ધાણા પાવડર, 1/4 ટી સ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન અજમો, 2 ટેબલ સ્પૂન તેલ

પુલાવ માટે
200 ગ્રામ બાસમતી ચોખા, 2-3 ટેબલ સ્પૂન ઘી, 1-2 સમારેલા લીલા મરચા, 1 ઈંચ આદુનો ટુકડો ઝીણો સમારેલો, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 4 લવિંગ, 10 કાળા મરી, 2 મોટા ઈલાયચી, 1 ટુકડો તજ, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલ સ્પૂન લીલા ધાણા

બનાવવાની વિધિ

  •  ચોખાને ધોઈ લો અને તેને એક કલાક પાણીમાં પલાઈ રાખો.
  •  તેના બાદ તમે ચાહો તો તેને કુકરમાં અથવા કઢાઈમાં ખુલ્લા પકાવી લો. રાઈસ બનાવતા સમેય તેમાં થોડું મીઠું અને અડધો ટી સ્પૂન ઘી જરૂર એડ કરો.
  •  હવે એક તપેલીમાં ગટ્ટા માટે ચણાનો લોટ અને બધા મસાલા, દહી, અને તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. પાણીની મદદથી રોટલી જેવો લોટ બાંધો.
  •  આ લોટના ચાર ભાગ કરીને બંને હાથથી અડધા ઈંચનો રોલ બનાવો.
  •  એક તપેલીમાં અડધો લિટર પાણી લઈને તેને ગરમ કરો. હવે તેમાં બેસનના રોલ બરાબર ડુબાડીને ઉકાળી લો. રોલને 10-12 મિનીટ ગરમ થવા દો.
  •  હવે રોલને પાણીમાંથી કાઢીને તેને ઠંડા થવા દો. બાદમાં ચાકૂથી 1 સેન્ટીમીટરના મોટા ટુકડામાં કાપી લો. તૈયાર છે તમારા ગટ્ટા
  •  હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં પહેલા જીરુ ઉમેરો. બાદમાં કાળા મરી, ઈલાયચી, તજ બરાબર ક્રશ કરીને એડ કરો.
  • તે બરાબર શેકાઈ જાય એટલે તેમાં લીલા મરચાં અને આદુ મિનીટ સુધી સાંતળો.
  •  હવે તેમાં ગટ્ટા નાખીને 2 મિનીટ સુધી સાંતળો.
  •  હવે સાંતળેલા ગટ્ટામાં ચોખા મિક્સ કરો.
  •  બસ તૈયાર છે તમારો ગટ્ટાનો પુલાવ. તેને પ્લેટમાં મૂકીને લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી શકો છો.