how to make mumbai style chat bhel puri at home
  • Home
  • Featured
  • આજે જ બનાવો મુંબઈના ટ્રેનોમાં વેચાતી ચટપટી ચાટ ભેલપુરી

આજે જ બનાવો મુંબઈના ટ્રેનોમાં વેચાતી ચટપટી ચાટ ભેલપુરી

 | 3:33 pm IST

ચટપટી ચાટ વિશે સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. તમારા પરિવારના લોકોને કંઈક હળવુફુલ ખાવાનું અને ચટપટુ ખાવાનું મન થાય તો હવે બહાર જવાની જરૂર નથી. પરંતુ તમે ઘરે જ આસાનીથી તેમની ફરમાઈશ પૂરી કરી શકો છો. કેમ કે, આજે અમે તમને ચટપટી ચાટ ભેલપુરી બનાવવાની આખી વિધિ બતાવીશું. આ વિધિથી તમે મુંબઈના ટ્રેનોમાં મળે છે, તેવી જ ચાટ બનાવી શકશો.

ચટપટી ભેલપુરી માટેની રેસિપી
– 1 કપ મમરા
– 1 બાફેલુ બટાકુ
– 1/2 કપ કાચ અંકુરિત મગ કે ચણા
– 1 ઝીણા સમારેલા ટામેટું
– 1 ઝીણી સમારેલી ડુંગળી
– 1 સમારેલું લીલું મરચું
– 1 નાની ચમચી આમલીની ચટણી
– સ્વાદ અનુસાર મીઠું
– બારીક સમારેલા લીલા ઘાણા

ભેલ બનાવવાની વિધિ

  •  એક પેનમાં તેલ વગર મમરા શેકી લો.
  •  હવે એક વાસણમાં મમરા, ટામેટા, લીલા મરચા, લીલા ધાણા, મીઠું અને અંકુરિત ચણા કે મગ મિક્સ કરો.
  •  હવે તેમાં તમારી મનગમતી ખાટ્ટીમીઠ્ઠી ચટણી એડ કરો.
  •  હવે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
  •  તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ કે દાડમ પણ એડ કરી શકો છો.
  •  હવે તૈયાર છે તમારી ચટપટી ચાટ.