કોરોના વચ્ચે બહારથી નહીં ઘરે જ 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ, ઉતરાયણમાં ખાવાની પડશે મજા

કોરોનાને લઇને ખાસ કરીને લોકો બહારનું ખાતા પહેલા 10 વખત વિચારે છે. ત્યારે વર્ષની શરૂઆતમાં સૌથી પાવન તહેવાર મકરસંક્રાતિએ ઘરમાં તમામ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. જેનો સ્વાદ અલગ જ હોય છે. તો આજે આપણે બનાવીશુ લાડું. જી હા તમે અત્યાર સુધી અનેક લાડું ટ્રાય કર્યા હશે. પરંતુ શું તમે ક્યારેય મમરાના લાડુ ટ્રાય કર્યા છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મમરાના લાડું..
બનાવવાની રીત
મમરાના લાડું બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ધી ઉમેરી ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા મમરાને શેકી લો. હવે એક વાસણમાં ધી ઉમેરી તેમાં ગોળ અને થોડુંક પાણી ઉમેરી ઉકાળો. તેને થોડીક વાર હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમા મમરા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો. હવે તેના લાડવા બનાવી લો. તૈયાર છે તમારા મમરાના લાડું.. આ લાડુ તમને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.
આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન