how to make murmure chaat in home Food, Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાંજે નાસ્તામાં બનાવો ચોપાટી જેવી ચટપટી મમરાની ભેળ, ખાનારા ખુશખુશાલ

સાંજે નાસ્તામાં બનાવો ચોપાટી જેવી ચટપટી મમરાની ભેળ, ખાનારા ખુશખુશાલ

 | 10:44 am IST

હાલ કોરોનાના ભયની વચ્ચે તેમજ ચોમેર લોકડાઉન છે. જમવાના શોખીનો ઘરે બેસીને કંટાળશો નહીં આ સમયે બનાવો ચટપટી મમરાની ભેળ બાળકોને ખુબજ પસંદ આવશે. કેમકે આ સમય નથી બહાર જઈને કંઈ ખાવા-પીવાનો તો ઘરે જ બનાવો અવનવી વાનગીઓ.
ભેળ બનાવવા માટેની સામગ્રી:
500 ગ્રામ મમરા
(શેકી ને વઘારેલા)
250 ગ્રામ જીણી સેવ
20-25 ભેળની પૂરી
1 ઝીણી સમારેલી ડુંગળી
થોડી ઝીણી સમારેલી કોથમીર
1 ઝીણું સમારેલું બીટ
1ઝીણું સમારેલું ટમેટું

ખજુર આંબલીની ચટણી
કોથમીરની ચટણી
લસણની ચટણી

ગાર્નીશિંગ માટે:
નાયલોન સેવ
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણી સમારેલી કોથમીર
1 ઝીણું સમારેલું બીટ
1 ઝીણું સમારેલું ટામેટું

ભેળ બનાવવા માટેની રીત:

એક મોટા વાસણમાં મમરા,સેવ,ડુંગળી,કોથમીર,બીટ,ટામેટા,કેપ્સીકમ ભેગા કરી હલાવી લો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ખજુર-આંબલીની ચટણી,કોથમીરની ચટણી અને લસણની ચટણી ઉમેરી બરોબર હલાવી લો. એક બાઉલમાં દબાવી ભરી લો ત્યારબાદ તેને અનમોલ્ડ કરી તેની પર નાયલોન સેવ ભભરાવી દો. ઝીણી સમારેલી ડુંગળી,કોથમીર અને બીટ વડે ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.

આ વીડિયો જુઓ: ફરાળી દિલ્હી ચાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન