how to make nariyal milk powder barfi at home step by step
  • Home
  • Featured
  • રક્ષાબંધને ભાઇને મોં મીઠુ કરાવવા ઘરે જ બનાવો કોકોનટ બરફી, ઉપવાસમાં પણ ખાઇ શકાશો

રક્ષાબંધને ભાઇને મોં મીઠુ કરાવવા ઘરે જ બનાવો કોકોનટ બરફી, ઉપવાસમાં પણ ખાઇ શકાશો

 | 2:42 pm IST

રક્ષાબંધન અને શ્રાવણ મહિનો હોવાથી ઉપવાસમાં ખાઇ શકાય તેમજ ભાઈને રાખડી બાંધી મોં મીઠુ કરી શકાય તે માટે આજે આપણે ઘરે જ બનાવીશુ કોકોનેટ બરફી જે સ્વાદમાં ખુબજ સરસ અને બનાવવામાં સરળ છે. તો નોંધી લો રીત.

કોકોનટ બરફી બનાવવા જોશે સામગ્રી

બરફી બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ લીલા નારિયેળના કથ્થઈ ભાગને કાઢીને નાના-નાના ટુકડા કરી લેવા તથા તેને મિક્સરમાં પીસીને છીણ કરી લેવું. તથા બેથી ત્રણ ચમચી ગરમ દૂધમાં કેસર પલાળી દેવું.હવે એક કઢાઈમાં દૂધ તથા ખાંડ ને ગરમ કરવા મૂકો ખાંડ ઓગળી જાય એટલે તેમાં નારિયેળનું છીણ ઉમેરો થોડું દૂધ બળી જાય એટલે તેમાં કેસર પલાળેલું દૂધ ઉમેરો. તથા હલાવીને મિક્સ કરી લો.

હવે તેમાં મલાઈ તથા મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરી લો તથા સતત હલાવતા રહો જ્યારે તેમાંથી બધું દૂધ બળી જાય તથા ઘી છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો. હવે ગ્રીસ કરેલી થાળીમાં તેને ઠારી દેવું તથા તેના ઉપર ડ્રાય ફ્રૂટ નો ભૂકો ભાભરાઈ દેવો. હવે તેને 15 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દેવું જેથી તે સેટ થઈ જશે હવે તેને અનમોલ્ડ કરીને પીસ કરી લેવા. તૈયાર છે સ્વાદિષ્ટ કોકોનટની બરફી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન