How to make North india and chinese masala at home
  • Home
  • Featured
  • ઉત્તર ભારત અને ચાઈનીસનો મસાલો આવી રીતે ઘરે બનાવો

ઉત્તર ભારત અને ચાઈનીસનો મસાલો આવી રીતે ઘરે બનાવો

 | 1:59 pm IST

તમે ખાવાના ભલે ગમે તેટલા શોખીન હોવ, પણ દરેક પ્રાંતની વાનગીઓ ઘરે બનાવવી પોસિબલ નથી. આપણું રુટિન એટલું બિઝી હોય છે કે, ગૃહિણીઓને એક કલાક ખાવાનું બનાવવામાં પણ સમય મળતો નથી. તો બીજી તરફ, ઘરે રેસિપી ટ્રાય પણ કરો તો પણ બહાર જેવો ટેસ્ટ તો નથી જ આવતો. જોકે, તમારી આ માનસિકતા ખોટી છે. ખાવાનું બનાવવા માટે વધુ સમય, સારી રેસિપી જ જરૂર નથી. પરંતુ સૌથી પહેલી જરૂર હોય છે સારા મસાલાની. આજે અમે તમને નોર્થ ઈન્ડિયા અને ચાઈનીસ ફૂડની રેસિપી માટે વપરાતા મસાલા બનાવતા
શીખવાડીશું. તમે આ બંને મસાલા ઘરે જ બનાવતા શીખી શકો છો. તેના માટે તમારે કોઈ ખાસ વસ્તુઓની જરૂર નહિ પડે. તો નોંધી લો મસાલાની રેસિપી.

નોર્થ ઈન્ડિયન ફૂડનો મસાલો
જો તમે ઉત્તર ભારતના ફૂડના શોખીન છો, તો તમારા કિચનમાં આ પ્રકારનો મસાલો જરૂર હોવો જોઈએ. માર્કેટમાં તેના અઢળક મસાલા ઉપલબ્ધ છે, પણ તમે આ હોમમેડ ગરમ મસાલો જરૂર ટ્રાય કરો.

સામગ્રી :
1/2 કપ આખા ધાણા, 1/3 કપ જીરું, 1/3 કપ ઈલાયચી, 1/4 કપ લવિંગ, 1/4 કપ કાળું મરચું, 2 સ્ટીક તજ, 4 તજપત્તા

વિધિ : આ તમામ મસાલાને એક પેનમાં શેકી લો. ઠંડા થયા બાદ તેને ગ્રાઈન્ડમાં પીસી લો. તૈયાર છે તમારો ઉત્તર ભારતમાં વપરાતો મસાલો.

ચાઈનીસ મસાલો
જો તમે ચાઈનીસ ફૂડ ખાવાના શોખીન છો, તો આ મસાલો તમારા કામનો છે.

સામગ્રી :
4 બાદિયા ફૂલ, 2 સ્ટીક તજ, 1/2 વરિયાળી, 1/2 કપ સિચુઆન કાળું મરચું, 1/4 કપ લવિંગ

વિધિ :

આ તમામ મસાલાને પીસીને બરણીમાં ભરી લો, અને ચાઈનીસ ફુડ બનાવતા સમયે ઉપયોગમાં લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન