How To Make only 10 minutes Street Food Sev puri Recipe
  • Home
  • Featured
  • માત્ર 10 મિનિટમાં બની જશે દરેક લોકોની ભાવતી સેવ પુરી

માત્ર 10 મિનિટમાં બની જશે દરેક લોકોની ભાવતી સેવ પુરી

 | 10:14 am IST

સ્ટ્રીટ ફૂડ્સમાં ખૂબ પ્રખ્યાત છે સેવ પુરી. જેને તમે ઘરે પણ બનાવી શકો છો. ખાસ કરીને સેવપુરીનું નામ સાંભળતા જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ સેવ પુરી…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પ્લેટમાં પકોડીને રાખી દો. હવે તેને વચ્ચેથી કાણા પાડી દો. હવે તેમા બાફેલા બટેટાનો પ્રમાણુસાર માવો ઉમેરી લો. હવે તે બાદ તેમા લીલી ચટણી અને આંબલીની ચટણી ઉમેરી લો. હવે ઉપરથી તેમા ડુંગળી અને ટામેટા ઉમેરી લો. ત્યાર પછી તેમા લાલ મરચું, જીરા પાવડર અને ચાટ મસાલો ઉપરથી ભભરાવો. તે બાદ તેમા સંચળ ભભરાવો. હવે તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લો અને તેને સર્વ કરો. તૈયાર છે સેવ પુરી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન