how to make only 30 minutes ajwain paneer kofta curry punjabi recipe
  • Home
  • Featured
  • માત્ર 30 મિનિટમાં બની જશે પનીર કોફતા કરી, બે હાથે ખાશે ઘરના લોકો

માત્ર 30 મિનિટમાં બની જશે પનીર કોફતા કરી, બે હાથે ખાશે ઘરના લોકો

 | 9:46 am IST

પનીરનું નામ આવતાની સાથે જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીર પંજાબી શાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આજે અમે તમારા માટે પનીર કોફતાની રેસીપી લઇને આવ્યા છીએ. જેમા તમે ટોમેટો પ્યુરી અને અજમો ઉમેરીને બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પનીર કોફતા કરી…

બનાવવાની રીત

સૌ પ્રથમ કોફતા બનાવવા માટે એક બાઉલમાં પનીર, શિંગોડાનો લોટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને મશળી લો. હવે તેના બોલ્સ બનાવી લો તે બાદ મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થયા બાદ તેમા તૈયાર બોલ્સ તળી લો. તેને આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં નીકાળી લો. હવે તેલમાં અજમો ઉમેરી લો. અજમો તતડે એટલે તેમા ટામેટાની પ્યુરી ઉમેરી લો 5 મિનિટ ઉકળવા દો અને બાદમાં તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી લો. હવે તેમા બે મિનિટ બાદ તૈયાર કોફ્તા ઉમેરીને ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે પનીર કોફતા કરી…. તેને ઉપરથી કોથમીરથી ગાર્નિસ કરીને રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

આ પણ જુઓ :અમદાવાદના મહેમાન બનશે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન