How To Make Popcorn Recipe
  • Home
  • Featured
  • હવે કૂકરમાં ઘરે જ બનાવો ‘પોપકોર્ન’, હરતા-ફરતા ખાય શકશો

હવે કૂકરમાં ઘરે જ બનાવો ‘પોપકોર્ન’, હરતા-ફરતા ખાય શકશો

 | 3:24 pm IST

પોપકોર્ન નામ સાંભળીને જ ભૂખ લાગી જાય છે. નાના બાળકો હોય કે મોટા પોપકોર્ન તો બધા ને ભાવતી જ હોય છે. પોપકોર્ન એ એવો નાસ્તો છે કે ગમે ત્યારે ખાય શકાય છે. આપણે મૂવી કે મેચ જોતા હોઇએ તો પોપકોર્ન વિના મજા જ ન આવે. તો ઘરે 5 મિનિટમાં જ પોપકોર્ન બની જાય છે અને એ પણ બહાર જેવી જ. પોપકોર્ન ઘરે બનાવામાં સરળ છે પરંતુ ઘણીવાર બધા જ મકાઈના દાણાના ફૂટવા, નીચે પોપકોર્ન બળી જવી જેવી સમસ્યા આવતી હોય છે. ચાલો તો જોઈએ સાવ સરળ પોપકોર્ન

સામગ્રી:-

1 કપ – અમેરિકન મકાઈના દાણા
2 ચમચા – બટર
1 ચમચી – તેલ
1 ચમચી હળદર
1 ચપટી – હિંગ
સ્વાદાનુસાર – મીઠું
સ્વાદાનુસાર – ચાટ મસાલો

બનાવવાની રીત

સૌ પ્રથમ અમેરિકન મકાઈ સૂકી લેવાની.એક કુકર કોરું કરીને ગેસ પર ગરમ થવા મુકો. 2 મિનિટ તેજ આંચ પર કુકર ગરમ થાય એટલે બટર અને તેલ ઉમેરી લો. તે પછી મકાઈ દાણા ઉમેરો અને મીઠું નાખી બધું મિક્સ કરો.( મીઠું ધ્યાન થી ઓછું ઉમેરો કેમકે બટરમાં પણ હોય છે અને ચાટ મસાલામાં પણ હોય છે) અને હવે ઉપરથી કુકરનું ઢાંકણ ઊંધું મૂકી દો અથવા કોઈ ડીશ મૂકી દો. એ ડીશ એકદમ બંધના કરતા એકદમ જરા કુકરનો ભાગ ખુલ્લો રહે એમ ઢાંકી દો એટલે વરાળ નીકળવાની જગ્યા રહે. હવે મધ્યમ આંચ પર પોપકોર્ન ફૂટવાની શરૂ થાય એટલે કુકરને હેન્ડલથી પકડીને ઢાંકણ બંધ રાખીને જરા આગળ પાછળ કરીને હલાવો. એટલે બધા દાણા અંદર મિક્સ થાય ફૂટવાની સાથે. એવું 1 કે 2 વાર કરો. હવે જ્યારે પોપકોર્ન ફૂટવાની સાવ ઓછી થાય એટલે ઢાંકણ ખોલી નાખો. અને એમ જ રહેવા દો અને ગેસ બંધ કરો. બાકી રહેલી પોપકોર્ન જાતે જ ફૂટી જશે કુકર ગરમ હોય એટલે અને નીચે પણ બળી નહીં જાય.1 મિનિટ પછી આ પોપકોર્ન એક મોટા વાસણમાં નીકાળી ને તરત જ હળદર અને ચાટ મસાલો ઉમરો અને ઉપર નીચે કરી ને ચાટ મસાલો બરાબર મિક્સ કરો. જરા ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન