Indian cuisine how to make raw mango sambhar recipe
  • Home
  • Featured
  • આ રીતે બનાવો કાચી કેરીનો સંભાર, ખાનારાઓ આંગળીઓ ચાટતાં થઈ જશે

આ રીતે બનાવો કાચી કેરીનો સંભાર, ખાનારાઓ આંગળીઓ ચાટતાં થઈ જશે

 | 11:01 am IST

સાઉથ ઇંડિયન ફૂડ્સમાં ખુબજ મહત્વ પૂર્ણ ભાગ છે સંભાર. આના વીના ઇડલી, ઢોસા, અપ્પમનો સ્વાદ બેસ્વાદ લાગે છે. આજ સુધી તમે સંભારમાં આંબલી કે ટમેટા નાખ્યા હશે પણ આજે તમને કાચી કેરીનો સંભાર શીખવીશુ.

કાચી કેરીનો સંભાર બનાવવાની સામગ્રી

1 કપ અડદની દાળ
1 કાચી કેરી
1 ડૂંગળી
લસણ, આદુ, મરચાની પેસ્ટ,
1 ચમચી જીરૂ
1 ચમચી હળદર
1 ચમચી સંભાર મસાલો
વઘાર માટે સુકો મસાલો: તમાલપત્ર, સુકા મરચા, મરી, લવીંગ, તજ
મીઠુ સ્વાદ અનુસાર તેલ જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી:

1 ચમચી રાઈ, ર ચમચી અડદ દાળ, સુકુ લાલ મરચુ, ચપટી હિંગ, લીંબડાના પાન

કાચી કેરીનો સંભાર બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ ધીમી આંચ પર પ્રેશર કુકરમાં અડદની દાળને હળદર અને મીઠું નાખી 5 સીટી વગાડી બાફી લો. બીજી બાજુ ઘીમાં તાપે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સુકા મરચા, અડદની દાળ, અને જીરૂ નાખો. રાઈ તતડી જાય એટલે ડૂંગળી, આદુ, લસણની પેસ્ટ નાખી દો, કાચી કેરી નાખી દો પાણી અને હળદર નાખી દો. કેરી પોચી થાય એટલે સંભાર મસાલો, પાણી નાખી ઉકાળી લો. સંભાર ઉકળી જાય પછી કોથમીર નાખી દો. ગેસ બંધ કરી દો.

આ રીતે કરો વઘાર

મીડિયમ તાપે એક પેનમાં તેલ ગરમ કરીલો, તેલમાં રાઈ, લાલ મરચું, લીંમડાના પામ, હીંગ અને અડદની દાળ નાખી દો. રાઈ તતડે પછી સંભાર નાખી હલાવો. તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ છે કાચી કેરીનો સંભાર. આને તમે ગરમાગરમ ભાત સાથે પીરસી મજા લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન